વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે 44 લાખની ઠગાઈ કરનારા આરોપી પોલીસ સકંજામાં

રાપર, તા. 23 : સીંગતેલનો જથ્થો સગેવગે કરી વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વડોદરાના ટ્રાન્સપોર્ટરે ગાંધીધામના  શખ્સના ટેન્કરમાં સીંગતેલ ભરી રાજસ્થાન મોકલ્યું હતું. જો કે, આરોપી મહેન્દ્ર ભગીરથ સ્વામી અને ઓમપ્રકાશ નારાયણલાલ માલીએ 38 લાખની કિંમતનું સીંગતેલ સગેવગે કરી નાખ્યું હતું. જ્યારે આ બનાવને છુપાવવા ટેન્કરને પલટી   ખવડાવી પાંચ લાખની કિંમતનું તેલ ઢોળી નાખ્યું હતું. જો કે, ચાલકની પૂછપરછમાં  છેતરપિંડીના કારસાનો પર્દાફાશ થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી મહેન્દ્ર સ્વામી અને ટેન્કર માલિક ઓમપ્રકાશ માલીને પોલીસે ઝડપી પાડયા હતા તેમજ સગેવગે કરાયેલા ઓઈલના જથ્થો કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer