અંજારમાં દારૂ અને ગાંજાના સરાજાહેર વેચાણની ફરિયાદ

ભુજ, તા. 23 : અંજાર શહેરમાં શિવશક્તિ સોસાયટી નજીક અંજલિ બંગલા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો દારૂ અને ગાંજાનું સરાજાહેર વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદ પોલીસને કરાઇ છે.  અંજારના ખેતરપાળ નગરમાં રહેતા શંભુભાઇ રામજીભાઇ આહીરે અંજાર પોલીસને આ લેખિત ફરિયાદ આપી છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાનું કહેતાં હપ્તા પદ્ધતિ બાબતે પણ આક્ષેપ કર્યો હતો. યોગ્ય કાયદાકીય પગલાં લેવાય તેવી તેમણે માગણી કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer