નવી ધાણેટી નજીક 99 હજારનું બાયોડીઝલ ભરેલું ટ્રેક્ટર પકડી પડાયું

ભુજ, તા. 23 : તાલુકામાં નવી ધાણેટી નજીકથી બાયોડીઝલ હોવાનું મનાતા રૂા. 99 હજારની કિંમતના 1800 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટ્રેક્ટર ટેન્કરને પકડાયું હતું. આ કાર્યવાહીમાં બે જણની અટક કરાઇ છે. જ્યારે અન્ય એક જણ હાથમાં આવ્યો ન હતો. પદ્ધર પોલીસે કરેલી આ કાર્યવાહીમાં ગોપાલ જેઠા છાંગા અને પ્રકાશ જેશા કોઠીવારની અટક કરાઇ હતી. જ્યારે કાનજી ઉર્ફે કાનો રણછોડ છાંગા હાથમાં આવ્યો ન હતો. પોલીસે ટ્રેક્ટર સાથે જોડાયેલા ટેન્કરના સ્વરૂપમાં રૂા. સાડા ત્રણ લાખની કિંમતનું વાહન કબ્જે કર્યું હતું, તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું. કબ્જે કરાયેલા પ્રવાહીના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer