ભુજમાં ખેંગારબાગ નજીક નવયુવાન ઉપર મૂઠ અને ખંજરથી ઘાતક હુમલો

ભુજ, તા. 23 : શહેરમાં ખેંગારબાગ નજીકના વિસ્તારમાં ગઇકાલે ઇદના બીજા દિવસે લોકોના મેળા જેવા માહોલ વચ્ચે લોખંડની મૂઠ અને ખંજર જેવા હથિયારો વડે સરાજાહેર થયેલા હુમલામાં 17 વર્ષની વયનો રિઝવાન જુમા જુણેજા જખ્મી થયો હતો. ગઇકાલે સંધ્યા સમયે બનેલા આ કિસ્સાના પગલે પોલીસની ગાડીઓ અને એમ્બ્યુલંસની દોડધામ નાકાબહાર ફરવા માટે આવેલા લોકો માટે કુતૂહલ બની હતી. સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ભોગ બનનારને ખસેડાયો હતો. હુમલો કરનારા તરીકે પોલીસ સમક્ષ પ્રાથમિક તબકકે શકિત બાબરીયા, ઇમરાન સુમરા, યુવરાજ અને તેમની સાથેના એક અજાણ્યા શખ્સને બતાવાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer