રવિવારે માત્ર વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે રસીકરણની મહાઝુંબેશ

ભુજ, તા. 23 : કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનો તેમજ માર્ગદર્શિકાઓ મુજબ કચ્છ કલેક્ટરના તા. 19/7ના જાહેરનામા મુજબ કોરોના જેવા ભયંકર રોગને સાવચેતી માટે તમામ વાણિજ્યિક એકમોના વ્યક્તિઓએ તા. 31-7-2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં જે અંતર્ગત તા. 25/7ના રવિવારે કચ્છ જિલ્લા ખાતે ફક્ત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાગુ પડતા નજીકના રસીકરણ સ્થળ પર જઈ પ્રથમ ડોઝ લેવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટ્સ, અઠવાડિક ગુર્જરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ લાભાર્થીઓ, જીમ, વાંચનાલયો, કોચિંગ સેન્ટરો, ટયુશન ક્લાસીસ, પબ્લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય સ્ટાફ, રમતગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ, સિનેમા થિયેટરો ઓડિટેરિયમ એસેમ્બલી હોલ, મનોરંજન સ્થળો, વોટરપાર્ક તથા સ્વિમિંગ પુલ વગેરેના ઉપરોક્ત તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ તા. 31/7ના લેવાનો રહેશે. તદુપરાંત તમામે ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું ડો. જનક માઢક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer