રવિવારે સુમરાસર (શેખ)માં સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

ભુજ, તા. 23 : શ્રોફસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના પ્રકલ્પે, સુમરાસર (શેખ) ગામે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સુમરાસર (શેખ) કન્યા પ્રાથમિક શાળા ખાતે 25 જુલાઇ, રવિવારે સવારે 9-30થી બપોરે 1 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લઇ શકાશે. આ કેમ્પમાં ભુજ શહેરનાં નામાંકિત તબીબ ડો. મુકેશ ચંદે (જનરલ સર્જન), ડો. મિરાત ધોળકિયા (જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન), ડો. ચિંતન શેઠ અને  ડો. નવીન ગાગલ (હાડકાં, ઘૂંટણ અને ખભાનાં દૂરબીન વડે થતાં ઓપરેશનના નિષ્ણાત), ડો. દીપ ઠક્કર (ફિઝિશિયન), ડો. અક્સા ખત્રી (ત્રી રોગ નિષ્ણાત), ડો. અંકુર ધનાણી (કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત), ડો સંજય ઉપાધ્યાય (આંખના સર્જન, મોતિયા, વેલ, ઝામરના નિષ્ણાત), ડો. હરદાસ ચાવડા (બાળરોગ નિષ્ણાત), ડો. ગૌરવ બુસા (હોમિયોપથી, કુદરતી ઉપચાર અને યોગના નિષ્ણાત) પોતાની સેવા આપશે. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોની નિ:શુલ્ક દવા આપવામાં આવશે. ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને ભુજ ખાતે સોનોગ્રાફી અને એકસરે 50 ટકા રાહત ભાવે કરી આપવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer