નલિયાની બેંકમાં ગ્રાહકો ગમે ત્યારે જાય ટાઢ, તાપ, વરસાદ, કંઇક મળે જ મળે

નલિયાની બેંકમાં ગ્રાહકો ગમે ત્યારે જાય ટાઢ, તાપ, વરસાદ, કંઇક મળે જ મળે
નલિયા (તા. અબડાસા), તા. 21 : અહીંની  દેના બેંક બી.ઓ.બી.માં મર્જ થયા પછી બી.ઓ.બી.નું મકાન ખાલી કરી દેનાબેંકનાં મકાનમાં સિફટ થતાં આ મકાન સાંકડું હોવાના કારણે ખાતેદારોને બેંકની બહાર ગમે તેવા વાતાવરણનો સામનો કરવો પડે છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સોસાયટી વિસ્તારમાં હાલે કાર્યરત બેંક ઓફ બરોડા શાખામાં અન્ય બેંક ભેળવી દેવાતાં બી.ઓ.બી.નાં ખાતેદારોમાં એકાએક હજારોની સંખ્યામાં વધારો થયો છે, જેનાં કારણે હવે જે સ્થળે બેંક કાર્યરત છે તે મકાન અત્યંત સાંકડું હોવાનાં કારણે એક કે બે ખાતેદારોને લેવડ-દેવડ માટે બેંકની અંદર પ્રવેશ અપાય છે. અસહ્ય તાપ કે વરસાદમાં ગ્રાહકો પોતાનાં વારાની બહાર પ્રતીક્ષા કરે છે. આમ તો બી.ઓ.બીનો દાવો એવો છે કે ગ્રાહકોને સારી સેવા આપવા બેંક તત્પર છે. પણ આવો દાવો પોકળ સાબિત થયો હોય તેમ ગ્રાહકોની મુશ્કેલી વધી છે એ ખરું છે કે કોરોનાં મહામારીના કારણે બેંકની અંદર ગિર્દી કરવા ન દેવાય એનો અર્થ એ નહીં કે ગ્રાહકોને બેંકની બહાર કાઢી ગમે તેવી પરિસ્થિતિમાં પ્રતીક્ષા કરતા છોડી દેવાય. અધૂરામાં પૂરું હોય તેમ બેંક મર્જ થવાનાં કારણે હાલની કાર્યરત બેંકનાં ગ્રાહકોમાં અનેકગણો વધારો થવાની સાથે આખા તાલુકાનાં ખાતેદારો બેંકથી જોડાયેલા છે, બેંકની સંકડાશ દૂર કરવા માટે નવા મકાનમાં બેંક કાર્યરત કરવા અથવા ગ્રાહકો માટે બેંકથી બહાર છાંયડા અને બેસવાની વ્યવસ્થા કરવાની માગણી કરતાં ગ્રાહકોએ જણાવ્યું હતું કે બી.ઓ.બી. જ્યાં અગાઉ કાર્યરત હતી તે મકાન મોટું   હોવા છતાં તે  મકાન ખાલી કરી દેના બેંકવાળા મકાનમાં સિફટ કરાતાં મુશ્કેલી વધી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer