ગઢશીશાની ગામની નજીક વાડીમાં કીડીખાઉ દેખાયું

ગઢશીશાની ગામની નજીક વાડીમાં કીડીખાઉ દેખાયું
ગઢશીશા, તા.21 : સમગ્ર કચ્છ અને ગઢશીશાના જંગલમાં ``વનખાતા દ્વારા રક્ષિત મીઠી ઝાડી'' નો સોથ વળતાં સમયાંતરે વગડામાં વિચરતા જીવ માનવ વસ્તીમાં દેખાવા લાગ્યા છે.  ગઢશીશા ગામની નજીક આવેલ દુજાપરના દિનેશભાઈ હંસરાજ ભગતની વાડીમાં ગત રાત્રે તળપદી ભાષામાં જેને ``કીડી ખાઉ'' તરીકે ઓળખાય છે તેવો જીવ આવી જતાં જાળમાં ફસાઈ ગયો હતો. સવારના વન વિભાગના રણજિતસિંહ સોલંકીને જાણ કરી તેનો કબ્જો લઈ તેને સીમાડામાં છોડયું હતું. કાર્યમાં કચ્છમિત્રના પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યએ ખેડૂત તથા વનવિભાગ વચ્ચે કડીરૂપ કાર્ય કર્યું હતું. અંગ્રેજીમાં આ પ્રાણી-જીવને ``ઇન્ડિયન પેન્ગોલીન'' તરીકે ઓળખાય છે અને મુખ્યત્વે કીડી-મકોડાનો ખોરાક હોતાં તે કીડીખાઉ તરીકે ઓળખાય છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer