ગાંધીધામમાં વરિષ્ઠ કામદાર નેતાને અંજલિ

ગાંધીધામમાં વરિષ્ઠ કામદાર નેતાને અંજલિ
ગાંધીધામ, તા. 21 : ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કરર્સ યુનિયન કંડલા (એચ.એમ.એસ)  ધ્વારા   યુનિયનના દિવંગત મજદૂર  નેતા એમ.એલ.બેલાણીની પ્રથમ વાર્ષિક  પુણ્યતિથિ નિમિતે  ગોપાલપુરી સ્ટાફ કલબ ખાતે પ્રાર્થના સભા કાર્યક્રમ યોજાયો હતો. ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતા, ઉપાધ્યક્ષ નંદિશ શુકલા,  ટ્રસ્ટી સંતોષકુમાર દરોડકર(એમ.એમ. ડી), ડેપ્યુટી સેક્રેટરી વાય.કે .સિંગ, પી.એ રવિ મહેશ્વરી,  લેબર ઓફિસર  અરવિંદ પ્રધાન, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી, જી.ડી.એ.ના પૂર્વ ચેરમેન મધુકાંતભાઈ શાહ, મોમાયભા ગઢવી, ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડ વગેરેએ  અવસાન પામેલા કામદાર નેતા મનોહર બેલાણીને અંજલિ આપી હતી. બહોળી સંખ્યામાં પોર્ટના કામદારોએ  ફૂલ અર્પણ કરી તેમને  શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ વેળાએ ગુલ બેલાણી, મોતી બેલાણી, સંજુ બેલાણી, રણછોડભાઈ પણ   તેમની આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે  દિવંગત નેતા મનોહર બેલાણી વિશે  પ્રવચન  આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વેદરુચિ આચાર્યે કર્યુ હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer