કચ્છ યુવક સંઘ આયોજિત શિબિરમાં 285 યુનિટ રક્ત એકત્રિત કરાયું

કચ્છ યુવક સંઘ આયોજિત શિબિરમાં 285 યુનિટ રક્ત એકત્રિત કરાયું
ભુજ, તા. 21 : કચ્છ યુવક સંઘ દ્વારા લોકમત દૈનિકના સહયોગથી એન્કરવાલા રક્તદાન અભિયાન હેઠળ ચાર અલગ-અલગ સ્થળે રક્તદાન શિબિર યોજી 285 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. થાણે શાખા ખાતે 267, બોરીવલી શાખા ખાતે 57, પાલઘર શાખા ખાતે 35, સાઉથ?મુંબઇ શાખા ખાતે 26 યુનિટ?રક્ત એકત્રિત કરાયું હતું. હાલમાં રક્તની તીવ્ર અછત હોવાથી આ શિબિર અતિ ઉપયોગી સાબિત થશે. લોકમત દૈનિકના સબએડિટર શ્રી હજારે તથા કાવિકર તેમજ મરાઠી ફિલ્મોના અભિનેત્રી ગિરિજા મુખ્ય મહેમાનપદે હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં હજુ વધુ શિબિર યોજાશે તેવી માહિતી સંસ્થાના ઉપપ્રમુખ ભરત ગોગરીએ આપી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer