અદાણી મેડિકલ કોલેજમાં નિવાસી તબીબો માટે ક્વીઝ યોજાઇ

અદાણી મેડિકલ કોલેજમાં નિવાસી તબીબો માટે ક્વીઝ યોજાઇ
ભુજ, તા. 21 : અદાણી મેડિકલ કોલેજ-ભુજના પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગના વિદ્યાર્થીઓ, રાજ્ય સ્તરે યોજાનાર ગુજરાત મેડિકલ કોલેજના છાત્રોની હરોળમાં ભાગ લઈ શકે એ માટે આ ક્ષેત્રના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં રહેલાં જ્ઞાન, યોગ્યતા અને કૌશલ્યનો તાગ મેળવવા કવીઝ યોજાઈ હતી. અગાઉ છાત્રોની જેમ રેસિડેન્ટ ડોક્ટરો માટે પણ કવીઝનું આયોજન થયું હતુ.કોલેજ ખાતે 34મા ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક (આઇ.એ.પી.) અંતર્ગત યોજાયેલી ક્વીઝના પ્રારંભે હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ અને કોલેજના પ્રો. ડો. રેખાબેન થડાનીએ ક્વીઝની રૂપરેખા આપતા કહ્યંy કે, ક્વીઝ એક દિમાગી કસરત છે, જેમાં વિદ્યાર્થીઓનું સંક્ષિપ્ત મૂલ્યાંકન કરાય છે. મેડિકલ કોલેજના બાળરોગ વિભાગ હેઠળ યોજાયેલી કવીઝમાં 3 ટીમ સ્વૈચ્છિક રીતે જોડાઈ હતી અને 6 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, તે પૈકી બી ટીમના હિતેન કોટડિયા અને હાર્દિક ભૃગ વિજેતા થયા હતા. આ ટીમ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયા હેઠળ યોજાનાર રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ કવીઝમાં ડો. રેખાબેન થડાનીએ પ્રશ્નોત્તરી પ્રસ્તુત કરી હતી, જ્યારે એસો. પ્રો. ડો. એકતા આચાર્ય, સિનિ. રેસિ. ડો. મુકુંદ વાઝા, ડો. શ્રદ્ધા ભીમાણી તેમજ ડો. કરણ પટેલ સહિત રેસિ. ડો. એ આયોજન સંભાળ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer