ભુજમાં ઘરફોડ ચોરી કેસમાં મહિલાને પકડી ભેદ શોધાયા

ભુજ, તા. 21 : શહેરમાં એ. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા ઘરફોડ ચોરીના કિસ્સામાં પોલીસે અનિતા હમીરભાઇ પટ્ટણી નામની મહિલાને પકડી આ કિસ્સાનો તાગ મેળવી લીધો હતો. સ્થાનિક એ. ડિવિઝન પોલીસે સહાયક ફોજદાર કિશોરસિંહ બી. જાડેજાને મળેલી બાતમીના આધારે કડીબદ્ધ પગલાં લઇ ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરીની રાહબરીમાં ખારસરા મેદાન રાણાવાળી ખાડ પાસે રહેતી અનિતા પટ્ટણીને પકડી હતી. તેની પાસેથી ચોરાઉ સોનાની વીંટી અને રૂા. 10 હજાર રોકડા કબ્જે લેવાયા હતા. તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer