આપણે ચેમ્પિયનની જેમ જવાબ આપ્યો

કોલંબો, તા.21: શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં રમી રહી છે. શિખર ધવનના સુકાનીપદ હેઠળની ટીમે બીજા વન ડેમાં હારની બાજી જીતમાં પલટાવીને 2-0થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આ જીતમાં દીપક ચહરનો રોલ મુખ્ય રહ્યો હતો. બીજા વન ડેની જીત બાદ કોચ રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં સ્પેશ્યલ સ્પીચ આપી હતી. દ્રવિડ ખેલાડીઓની પીઠ થાબડીને ભરપૂર પ્રશંસા કરી હતી. બીસીસીસીઆઇ આ વીડિયો ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.વીડિયોમાં જોવા મળે છે કે કોચ દ્રવિડ ઉભા થઇને ખેલાડીઓને સંબોધે છે. તમામ ખેલાડીઓ તેમની વાત ધ્યાનથી સાંભળે છે. દ્રવિડ કહે છે કે આપણે ચેમ્પિયનની જેમ જવાબ આપ્યો. આ શાનદાર છે. આ લડાઇ આપણા માટે ઘણી મહત્ત્વની હતી. આપ બધાએ શાનદાર કામ કર્યું. ખાસ કરીને દીપક ચહરની અણનમ 69 રનની ઇનિંગની પ્રશંસામાં દ્રવિડે કહ્યંy કે તેણે એકલા હાથે મેચ જીતાડયો. તેણે મેચના પાસા પલટાવ્યા. અમારા માટે આ સારો અહેસાસ છે. આ દરમિયાન અણનમ 19 રન કરનાર ભુવનેશ્વર કુમારે કહ્યંy કે જે સ્થિતિમાંથી અમે મેચ જીત્યો તે યુવા ખેલાડીઓ માટે શાનદાર અનુભવ બની રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer