ભુજના યુવાનનું અપહરણ કરનારા બન્ને આરોપી દશ દિનના રિમાન્ડ હેઠળ

ભુજ, તા. 21 : આ શહેરમાં ન્યુ સ્ટેશન રોડ ઉપરથી હુઝૈફા અબ્દુલ્લમજીદ લાંગાય નામના નવયુવાનના અપહરણના મામલે પકડાયેલા તામિલનાડુના વતની એવા બન્ને આરોપીના દશ-દશ દિવસના રિમાન્ડ પોલીસે મેળવી તેમની સઘન પૂછતાછ આરંભી છે. ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલે આજે પત્રકારો સાથે વાતચીત કરતા આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે અપહૃત યુવાનને ચેન્નાઇ-બેંગ્લોર રોડ સ્થિત એક હોટલમાંથી મુકત કરાવાયા બાદ આ બન્ને આરોપીને ત્યાંથી પકડી તેમને ભુજ લવાયા હતા. દરમ્યાન આજે તેમને સ્થાનિક ચીફ કોર્ટ સમક્ષ રજૂ કરાતા ન્યાયાધીશે આ બન્નેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતો આદેશ કર્યો હતો.  રિમાન્ડની પૂછતાછમાં હજુ હાથમાં ન આવેલા બે આરોપીની કડીઓ મળશે તો સોનાના સોદામાં ખરેખર ચીટીંગ કોનું થયું હતું તેના સહિતની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer