ભચાઉમાં ચોરાઉ મનાતા મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો

રાપર, તા. 21 : ભચાઉમાં ચોરાઉ મનાતા મુદામાલ સાથે પોલીસે શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પુર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસે  ગત મોડી રાત્રીના બટીયા ચાર રસ્તા ઓવરબ્રીજ પાસે કાર્યવાહી કરી હતી.  બાતમી મુજબ જી.જે.1ર. બી.સી. 5736 નંબરની બાઈક ઉપર આરોપી બચુભાઈ રાયસિંગ ઠાકોર પસાર થતા તેને રોકી પુછપરછ કરાઈ હતી. આરોપીના કબ્જામાંથી ટેકસ્મો કંપનીની સબમર્શીબલ મોટર અને મોનો બ્લોક અને એક અવાચ્ય કંપનીની સબમર્શીબલ મોટર કબ્જે કરાઈ હતી. રૂા.25 હજારની કીમતના મુદામાલના આધારપુરાવા આરોપી રજુ કરી શકયો ન હતો. પોલીસે 41-1-ડી તળે આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ભચાઉ પી.આઈ. જી.એલ.ચૌધરી અને પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો. 

© 2022 Saurashtra Trust