આજે અને કાલે કોવિશિલ્ડ રસીના નવ - નવ હજાર ડોઝ કચ્છમાં અપાશે

ભુજ, તા. 21 : કચ્છની રસીકરણની કામગીરીને ધ્યાને લઈ સરકાર દ્વારા છ હજારના રોજના ડોઝમાં બમણો વધારો કરાયો ખરો પણ તા. 22 અને તા. 23ના ડબલના બદલે દોઢ ગણા ડોઝ અપાશે. કોવિશિલ્ડ રસીના કચ્છના દસેદસ તાલુકાનાં નિયત રસીકરણ કેન્દ્રો માટે કુલ 1800 વાયલ આવ્યા છે. ગુરુ અને શુક્રવાર મળીને તાલુકાવાર અપાનારા બે દિવસના ડોઝ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી વિગતો મુજબ અબડાસા-1200, અંજાર-2200, ભચાઉ-1000, ભુજ-3500, ગાંધીધામ-3300, લખપત-800, માંડવી-2200, મુંદરા 2000, નખત્રાણા 700, રાપરને 1100 ડોઝ ફાળવાયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer