ગાંધીધામમાં નજીવી બાબતે આધેડ પર છરીથી હુમલો

ગાંધીધામ, તા. 21 : શહેરના કાર્ગે યાદવનગર વિસ્તારમાં બાઈક બાજુએ મૂકવા બાબતે એક આધેડ ઉપર છરી વડે હુમલો કરાયો હતો. આ અંગે બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરનાં યાદવનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા શ્રીનિવાસ વેંકટરાવ તંગલાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બાઈક નંબર જી.જે.1ર-ઈ.એફ-1પ9પના ચાલકે આ વિસ્તારમાં પોતાનું વાહન માર્ગ ઉપર રાખ્યું હતું, જેથી આ આધેડ શ્રીનિવાસને વાહન બાજુએ મૂકવા તેને કહ્યું હતું, જેનાથી ઉશ્કેરાયેલા બાઈકના ચાલકે છરી કાઢી આ આધેડનાં પેટમાં ખોસી દીધી હતી તેમજ અન્ય એક અજાણ્યા શખ્સે આ આધેડને માર માર્યો હતો. ફરિયાદી આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પેલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer