ભુજ સુધરાઇએ `કચ્છમિત્ર વાટિકા''ની ભેટ આપી

ભુજ સુધરાઇએ `કચ્છમિત્ર વાટિકા''ની ભેટ આપી
ભુજ, તા. 21 : આજે ભુજ નગરપાલિકાના સહયોગથી ભુજ શહેર ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલના કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થતાં તેમજ કચ્છમિત્ર દૈનિક 75મા અમૃતવર્ષમાં પ્રવેશ નિમિત્તે યક્ષ મંદિરની પાછળ આવેલી મહાવીર નગર સોસાયટી મધ્યે કચ્છમિત્ર વાટાકાનું નિર્માણ કરી 75 વૃક્ષનું વાવેતર કર્યું હતું અને નગરપાલિકા તથા કચ્છમિત્ર સાથે મળીને જગ્યાને વિકસાવાશે તેવો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા નગરપાલિકાની વૃક્ષારોપણની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને કચ્છને હરિયાળું બનાવવા આવનારા સમયમાં વધુને વધુ વૃક્ષો વાવવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ દ્વારા જ્યાં વૃક્ષારોપણ થઇ રહ્યા છે એ છોડ વૃક્ષ બને તેવી કાળજી ને માવજતનો અનુરોધ કરાયો હતો.જ્યારે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા નગરપાલિકાને વૃક્ષારોપણ કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂા. પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામગીરીમાં હજુ પણ ગ્રાન્ટની જરૂર હશે તો તે ફાળવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, શહેરીજનો દ્વારા નગરપાલિકા દ્વારા કરાતી વૃક્ષારોપણની કામગીરીને આવકારી હતી અને જે રીતે ભુજ શહેરની અંદર મોટાપાયે જે વૃક્ષારોપણ થઇ રહ્યું છે તે બદલ હું શહેરીજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં કચ્છમિત્રના ન્યૂઝ એડિટર નવીન જોષી, રિપોર્ટર ભદ્રેશ ડુડિયા અને હેમંત ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, કચ્છ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તાપસભાઇ શાહ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ અશોકભાઇ હાથી, ભુજ શહેર ભાજપના પ્રમુખ શીતલભાઇ શાહ, શહેર સંગઠનના હોદ્દેદારો બાલકૃષ્ણભાઇ ?મોતા, જયદીપસિંહ જાડેજા, જયંતભાઇ ઠક્કર, ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અશોકભાઇ પટેલ, સેનિટેશન શાખાના ચેરમેન કમલભાઇ ગઢવી તેમજ નગરસેવકો કશ્યપભાઇ ગોર, રસીલાબેન પંડયા અને દિવ્યરાજસિંહ જાડેજા ઉપરાંત સોસાયટીના રહેવાસી એવા મમતાબેન ભટ્ટ સહિતની બહેનો તથા ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer