કચ્છમિત્ર એ અખબાર નહીં, જનજનનું મિત્ર

ભુજ, તા. 21 : કચ્છીઓના હૃદયના ધબકારસમા અખબાર કચ્છમિત્રના 75મા જન્મદિને થઈ રહેલી અમૃત પર્વની ઉજવણીએ વિવિધ સામાજિક આગેવાનો, સાહિત્યકારો અને સંસ્થાઓના હેદ્દેદારો દ્વારા અભિનંદનની વર્ષા બીજા દિવસેય અવિતર રહી હતી. કચ્છમિત્ર એ માત્ર અખબાર નથી પણ જનજનનું મિત્ર હોવાનું જાણીતા કવિ કૃષ્ણકાંત ભાટિયા `કાંત'એ 75મા વર્ષની ઉજવણીએ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું. પી.જી. સોની `દાસ', નાગર જ્ઞાતિના પીઢ અગ્રણી એડવોકેટ સુભાષ વોરા, પૂર્વ?હોમગાર્ડઝ કમાન્ડન્ટ જગદીશ મહેતા, ફોટોગ્રાફર દીપક રાઠોડ, ઓમ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા તથા લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના ડાયરેક્ટર આરતીકુમારીબા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. ભુજ રાજગોર સમાજ કાર્યકારી પ્રમુખ ભરતભાઇ ભોગીલાલ મોતા, મહામંત્રી વિજયભાઇ બી. ગોર, કારોબારી સદસ્ય રાજેશ ગોર, અનિલ ગોર, વિનોદ નાકર, પ્રવક્તા વસંત અજાણી. મુસ્લિમ સમાજના અલીમોહંમદ જત, અલીમોહંમદ હિંગોરજા, ગનીભાઇ કુંભાર, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, યાકુબ ખલીફા, અલીમામદ સમા, અદ્રેમાન કુંભાર, અલ્તાફ મણીયાર. નેશનલ એસો. ફોર ધી બ્લાઇન્ડ પ્રમુખ અભય શાહ, મંત્રી મનોજ જોશી, ટ્રેઝરર પ્રકાશ ગાંધી. ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ પ્રમુખ પ્રકાશ ગાંધી, પરેશ કપ્ટા, મહેશ પૂજારા, પરાગ કપ્ટા, જય કંસારા, અર્જુનસિંહ ચૌહાણ, વિરાજ ગાંધી, દિનેશભાઇ મહેતા. અખિલ કચ્છ વિ.હિ.પ. ધર્મપ્રસાદ સંયોજક કચ્છ વિભાગ, બળવંતસિંહ જાડેજા, અખિલ કચ્છ અધ્યક્ષ ચેતન ઠાકર, સહમંત્રી કેતનભાઇ સોની, જયેન્દ્રભાઇ ભાટિયા, પ.કચ્છ પ્રસાર પ્રચાર સંયોજક, કુલદીપભાઇ શેઠ. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના નાયબ પોલીસ અધીક્ષક, જે.એન. પંચાલ, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ નવઘણભાઈ વી. આહીર, ઉપપ્રમુખો રાજેશભાઈ એમ. આહીર, મહેન્દ્રસિંહ પી.  જાડેજા, ખેંગારભાઈ પબાભાઈ રબારી, મત્રી ગગુભાઈ વેલાભાઈ આહીર, કચ્છ જિલ્લા ચાઈનાકલે  એસો.ના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવાણી, કચ્છ જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને પૂર્વ?ધારાસભ્ય શિવજીભાઈ આહીર તથા હાદ્દેદારો તમેજ કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગુંસાઈ, કે.ડી.સી.સી. બેન્કના ચેરમેન દેવરાજ કે. ગઢવી, વા. ચેરમેન જયસુખ એચ. પટેલ, મેને. ડાયરેક્ટર ઈન્દ્રજિતસિંહ જાડેજા, વાગડ બે ચોવીસી સ્થા. જૈન મહાજનના પ્રમુખ ભદ્રેશભાઈ દોશી, યુવક મંડળના પ્રમુખ નીરવ શાહ, મંત્રી અશ્વિન પારેખ, વિરલ શેઠ, કૈલાસ ત્રેવાડિયા, રાજેશ મહેતા, વીસા ઓસવાલ ગુર્જર જ્ઞાતિના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, ભુજ માકપટ સમાજના પ્રમુખ અને નગરસેવક ધીરેનભાઈ લાલન, ભુજ તા.પં.ના સદસ્ય ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા, ભુજ તા.પં.ના પૂર્વ પ્રમુખ કંકુબેન ચાવડા, ધાણેટીના ટ્રાન્સપોર્ટ  અગ્રણી કરમણ રણછોડ ડાંગર, કુકમા વેપારી એસો.ના પ્રમુખ નરેશભાઈ ઠક્કરે કચ્છમિત્રને અમૃત પર્વ નિમિતે શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા. કુંદરોડીના નરેન્દ્ર સોની, લાખિયારવીરાના ભાજપ સદસ્ય હરિદાનભાઈ ગઢવી, મિરજાપરના ઉષાકાંત સોનેજી જ્યારે આદિપુરના જય ઈલેકટ્રીકલ્સ તેમજ વૈષ્ણવ પરિવાર તથા સારસ્વતમ પરિવારના પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, માનદમંત્રી શિવદાસ પટેલ, વહીવટી અધિકારી મૂલેશ દોશી સહિતનાએ તટસ્થ પ્રહરી કચ્છમિત્રને શુભકામના પાઠવી હતી. માંડવી શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સત્યમ ઓઝા, રાષ્ટ્રીય સનાતન સેનાના ગૌરીશંકર કેશવાણી, ફોટોગ્રાફર વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ ચત્રભુજભાઈ ધામાણી, મંત્રી લલિત વ્યાસ, અજય પારેખ, ભાવેશ ઠક્કર (લાલો), મયૂર ચૌહાણ,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રવિભાઈ ત્રવાડી, ભુજ શહેર પ્રમુખ રફીક મારા, મહામંત્રી રામદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ તો ગઈકાલે જ કચ્છમિત્ર ખાતે રૂબરૂ આવેલા આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી અને રમેશ  ગરવા સહિતનાએ કચ્છમિત્રને શુભેચ્છા પાઠવી હતી. કચ્છ કલ્યાણ સંઘના પ્રમુખ નવીનભાઈ વ્યાસે એન્કરવાલા વિદ્યાલય પરિવાર તરફથી તો પીર પીથોરા ભાણ સ્થાનક જાળવણી ટ્રસ્ટ તથા ભુજ શહેર મેઘ મારૂ સમાજ તરફથી લખમશી લોંચાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કચ્છમિત્ર એ સાચા અર્થમાં મિત્ર હોવાનું વાગડ બે ચોવીસી સમાજ માધાપરના પ્રમુખ સુરેશ મહેતા, ગ્રામસ્વરાજ સંઘ-નીલપરના ભરતસિંહ જાડેજા, ભુજના નયનાબેન માંકડ, ભૂપેન્દ્ર મહેતા, શાહેજીલાન યુવક સંઘ પરિવાર, પ્રજાપિતા બ્રહ્માકુમારી આઈયાનગર ભુજના સંચાલિકા બ્રહ્માકુમારી રીતાબેન, દક્ષાબેન, ઈલાબેન, બ્રહ્માકુમાર બાબુભાઈ, રાવલભાઈ, શૈલેન્દ્રભાઈ, રાજપૂત કરણી સેનાના કચ્છના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ સંરક્ષક મેરુભા જાડેજા, કચ્છના ઉપપ્રમુખ કલુભા જાડેજા તથા જયરાજસિંહ વાઘેલા, દુષ્યંતસિંહ જાડેજા, ઔદિચ્ય બ્રહ્મસમાજ યુવક મંડળ-માધાપરના પ્રમુખ મહેશભાઈ વ્યાસ,  ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાના ગાંધીધામ ચેપ્ટરના જૈનિશ પટેલે તો ગાંધીધામ ઓટો મોબાઈલ્સ ડીલર્સ એસોસીએશનના અધ્યક્ષ તેજસ શેઠ તથા સચિવ સમીર ગણાત્રાએ પણ કચ્છમિત્રને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી. અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ તેજસ મહેતા તથા રાપર નગરપાલિકા અધ્યક્ષા અમૃતબેન વાવિયાએ કચ્છમિત્ર સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવી હતી. ઓધવરામ સત્સંગ મંડળ : રાતાતળાવ સ્થિત ઓધવરામ સત્સંગ મંડળ સંચાલિત વાલરામ પાંજરાપોળના સ્થાપક મનજીભાઇ ભાનુશાલી છેક રાતાતળાવથી કચ્છમિત્રના 75મા વર્ષે કચ્છમિત્રનું સન્માન કરવા આવી પહોંચ્યા હતા. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ?માંકડનું કચ્છી પાઘડી પહેરાવી ગૌમાતાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી શુભેચ્છા આપી હતી. પાંજરાપોળના છ હજાર ઢોરોની સારસંભાળ રાખવામાં આવે છે તેમાં કચ્છમિત્રનો પૂરો સહયોગ હોવાનું મનજીભાઇએ જણાવીને અમારી સેવાકીય પ્રવૃત્તિઓ દાતાઓ સુધી પહોંચે છે એટલે જ આવી સંસ્થાઓને દાતાઓનો સહકાર મળે છે તેનું શ્રેય આપ્યું હતું. તેમણે આવનારા દિવસોમાં ગૌમૂત્ર ઉપરાંત ગોબર વગેરે આધારિત પ્રવૃત્તિઓ ગેસ ઉત્પન્ન કરવા સહિતની આધુનિક પદ્ધતિનો લાભ લેવાની તૈયારી દર્શાવી હતી. આ સમયે સંસ્થાના કાર્યકરો રાજુભાઇ શાહ, કનુભાઇ બાવાજી,?શંકરલાલ ભાનુશાલી, વસંત ભાનુશાલી, પરેશ ભાનુશાલીએ કચ્છમિત્રના આસિ. તંત્રી નિખિલભાઇ પંડયા, સિનિયર સબ એડિટર ગિરીશ જોષીનું પણ સન્માન કર્યું હતું. - કચ્છમિત્રના જન્મદિવસની કેક  નિ:શુલ્ક બનાવી આપી : રાપર, તા. ર1 : કચ્છમિત્ર એ લોકહૃદયમાં કેટલું મોટું સ્થાન જમાવ્યું છે એની ઘટનાઓ સામે આવી રહી છે. રાપરમાં પંચોતેરમા પ્રાકટ્યદિનની ઉજવણી માટે રાપરના વિનોદભાઇ દાવડાને કેક બનાવવા ઓર્ડર આપ્યો. કચ્છમિત્રનો લોગો અને પંચોતેર વરસની વિગતો આપી, એટલે તરત કચ્છમિત્રનું નામ પડતાં આ સત્સંગી સેવાભાવીએ કીધું, કચ્છમિત્ર સમાજ માટે, કચ્છ માટે આટલું કરે છે તો કેક અને અન્ય વસ્તુઓનો એક પૈસો નહીં લઉં. એમ હાથ જોડી અને પગ ખોડીને ના પાડી દીધી. આ છે કચ્છમિત્રનું લોકહૃદયમાં સ્થાન. અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદભાઇએ વાગડની છેવાડાની વાંઢોમાં વરસાદી જળસંચયના કામો કરાવ્યા છે, તો અનેક સેવા સંસ્થા સાથે જોડાયેલા યસભાઇ રાજગોર પોતાની ટીમ સાથે કાર્યક્રમ અગાઉ સેવામાં જોડાઇ ગયા હતા અને સૌથી છેલ્લે ગયા હતા. આ છે કચ્છમિત્રની લોકચાહના...  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer