કચ્છના શિક્ષકો અને મધ્યાહ્ન ભોજન સંચાલકોના પ્રશ્નોની તંત્રને રજૂઆત

ભુજ, તા.21 : કચ્છના શિક્ષકોના પડતર પ્રશ્નો અને મધ્યાહ્ન ભોજન સંબંધી સંબંધિત તંત્રોને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.ઐ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી. પ્રજાપતિને ભુજ ખાતે યોજાયેલી જિલ્લા કારોબારીમાં વિવિધ તાલુકાઓ વતી આવેલા પ્રશ્નો જેવા કે જિલ્લા શિક્ષકોના સીપીએફ ખાતા સમય મર્યાદામાં ખોલવા, શાળાકક્ષાએ આપવામાં આવતી ગ્રાન્ટ સમયમર્યાદામાં રીલીઝ કરવી, સ્વચ્છતા ગ્રાન્ટ ફાળવવા, આંતરિક બદલી કરાવનારા શિક્ષકોને છૂટા કરવામાં મહેકમની સ્પષ્ટતા કરવી, બદલી પામેલ ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને રિલીવર વગર છુટા કરવા, મુંદરા તાલુકામાં કલસ્ટર પુન: રચના અંતર્ગત સમાન ગ્રુપશાળા-કલસ્ટર લાગુ કરવા સહિતના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.જિલ્લા નાયબ કલેકટર મ.ભો.યો.ને પત્ર પાઠવી મ.ભો. યોજના અંતર્ગત કોરોના મહામારીને કારણે શાળાઓમાં અનાજ વિતરણ તેમજ ફુડ સિકયોરીટી એલાઉન્સ કામગીરી હાલમાં શાળાના આચાર્ય અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ શાળામાં અનાજ વિતરણની કામગીરી મ.ભો. યોજનાના કર્મચારીઓ સંચાલક અને તેમના મદદનીશ દ્વારા કરવામાં આવે તે યોગ્ય રહેશે. તેવી રજુઆત કરાઈ હતી. બન્ને તંત્રોને જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રી સાથે રાજય પ્રતિનિધિ નારણભાઈ ગઢવી, જિલ્લા કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી અને ભુજ તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ ચૌહાણ જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer