પ્રિન્સ પાઇપ્સના મોવડી ડોણના જયંતભાઇ છેડાનો અમૃત મહોત્સવ

પ્રિન્સ પાઇપ્સના મોવડી ડોણના જયંતભાઇ છેડાનો અમૃત મહોત્સવ
મુંબઇ, તા. 21 : માણસ પારખવાની ક્ષમતા અને લાંબા ભાવિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કચ્છ-માંડવી તાલુકાના ડોણના જયંતભાઇ શામજી છેડા દ્વારા કરાતા આયોજન થકી પ્રિન્સ પાઇપ્સ કંપની આટલી ઝડપથી આગળ આવી છે. સ્ટાફ પાસેથી કામ લેવાની તેમની કુનેહ પણ સરાહનીય છે. પીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ ક્ષેત્રની અગ્રણી હરોળની ઉત્પાદક કંપનીઓમાં પ્રિન્સ પાઇન્સ અને ફિટિંગ્સ લિ.ની ગણના થાય છે. શેરબજારમાં લિસ્ટેડ પ્રિન્સ પાઇપ્સનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂા. 8000 કરોડ આસપાસ ગણાય છે. ડોણના જયંતભાઇ છેડા આ કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેકટર છે. તેમણે તા. 16 જુલાઇએ 75 વર્ષ પૂરાં કરી 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે પ્લેટીનમ જ્યુબિલી (અમૃત મહોત્સવ) ધામધૂમથી ઊજવ્યો છે. પ્રમોટર ગ્રુપની 3 પેઢીઓ મેનેજમેન્ટ સંભાળે છે. જયંતભાઇના બે પુત્રો પરાગ અને વિપુલ ઉપરાંત પૌત્ર નિહાર રોજબરોજનો વહીવટ સંભાળી રહ્યા છે. જયંત છેડા `કચ્છ કોર્પોરેટ ફોરમ'ના ભૂતપૂર્વ પ્રમુખ છે. આ ઉપરાંત દાન અને સખાવત પણ તેઓ ઘણી કરે છે. પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિ.ના 7 અદ્યતન ઉત્પાદક એકમો છે જે હરિદ્વાર (ઉત્તરાખંડ), અથલ (દાદરા અને નગર હવેલી), દાદરા (દાદરા અને નગરહવેલી), કોલ્હાપુર (મહારાષ્ટ્ર), ચેન્નાઇ (તામિલનાડુ), જોબનેર (રાજસ્થાન) અને સંગારેડ્ડી (તેલંગાણા) ખાતે આવેલા છે. પ્રિન્સમાં 5000 લોકો સીધી રોજગારી રળે છે. પ્રિન્સ પાઇપ્સ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પ્રખ્યાત અભિનેતા અક્ષયકુમાર છે. કંપનીનો વૈશ્વિક સહયોગ યુએસસ્થિત લુબ્રીઝોલ જોડે છે જે વિશ્વની સૌથી મોટી સીપીવીસી કમ્પાઉન્ડના શોધક અને ઉત્પાદક છે. આ ઉપરાંત પ્રિન્સ કંપની નેધરલેન્ડસ્થિત ટ્રલિંગ હેલેન્ડ વીવી જોડે સહયોગ ધરાવે છે જે પ્લાસ્ટિક મોલ્ડ મેન્યુફેકચરિંગથી વિશ્વ અગ્રણી કંપની છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer