પૂર્વ કચ્છમાં સી.એન.જી. પમ્પની સુવિધા આપવા વિપક્ષની માંગ

ગાંધીધામ, તા. 21 : પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની મારથી બચવા પૂર્વ કચ્છમાં વહેલી તકે સી.એન.જી. પમ્પની સુવિધા આપવા  કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. વિપક્ષના ગોવિંદ દનીચાએ કહ્યંy  હતું કે વખતો વખત રજૂઆતો કરવા છતાં   પૂર્વ કચ્છને સી.એન.જી. પમ્પનો લાભ મળતો નથી. સી.એન.જી. પમ્પના અભાવે વાહનચાલકોને છેક  રતનાલ સુધી  27 કિલોમીટર  લાંબા  થવું પડે છે. રતનાલ સુધી જવામાં 10 પોઈન્ટમાં  4 પોઈન્ટ આવવા-  જવામાં વપરાઈ જાય છે. પરિણામે વાહન માલિકોને ભારે નુકસાની સહન કરવી પડે છે. સાંતલપુરથી ગાંધીધામ શહેર સુધી એક પણ  પમ્પ ન  હોવાથી   હાલાકી વેઠવી પડી રહી છે.ગાંધીધામમાં  300 થી વધુ સી.એન.જી.  રિક્ષા હાલમાં કાર્યરત છે. દર મહિને આવી રિક્ષાનું વેચાણ પણ થઈ  રહ્યંy છે. પંપની સુવિધા મળે તો સી.એન.જી. કિટ વેચાણમાં વધારો  થાય. વાહનચાલકોને આર્થિક  મારમાં રાહત મળે.  આ સેવા કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રિત કરી શકાશે. વાહન  ચાલકો અને મધ્યમ વર્ગના હિતમાં આ વ્યવસ્થા શરૂ કરવા શ્રી દનીચાએ ભાર મૂકયો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer