વરિષ્ઠ નાગરિકોને મેડિકલ બિલ લેવા હોસ્પિટલમાં સહીઓ થતી નથી

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન આયોજિત અગાઉની જેમ કાનૂની સલાહ કેમ્પ સંસ્થાની કચેરીમાં કોરોના સંક્રમણની રાહત બાદ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કચેરીનું કાર્ય શરૂ?થતાં જ સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઇ આશરની નિગરાની હેઠળ યોજવામાં આવ્યો હતો. જિલ્લા તિજોરી કચેરીના નિવૃત્ત પેન્શન શાખાના સિનિયર કર્મચારી ખત્રીભાઇ તથા નિવૃત્ત બહેન પ્રેમિલાબેન ગોહિલની સલાહ સૂચનથી યોજાયો હતો. તેમાં ઘણા લાંબા સમયથી વંચિત પેન્શનર્સને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા 30થી 40 પેન્શનર્સ લાભાર્થીઓએ  ભાગ લીધો હતો. સંસ્થાના મંત્રી હરીશભાઇ સોનીએ સૌ ભાઇ-બહેનોને આવકાર્યા હતા. સાથે તાજેતરમાં સરકારના નવા પરિપત્ર મુજબ મેડિકલ બિલ લેતા પેન્શનરો જે સરકારી હોસ્પિટલનો લાભ લેવા જુદી જુદી હોસ્પિટલ બતાવાઇ?છે તેમાં વરસોથી કચ્છ જિલ્લાની એકમાત્ર?મોટી જી.કે. જનરલ સરકારી હોસ્પિટલના નાતે મોટેભાગે મેડિકલ બિલ લેતા પેન્શનરો, કર્મચારીઓને લાભ મળતો હતો તે જી.કે. જનરલ હોસ્પિટલ હાલે અદાણીને હવાલે થતાં મેડિકલ બિલ લેતા પેન્શનરો, કર્મચારીઓની હાલાકીનો પાર નથી. અદાણી હોસ્પિટલ ખાનગી રાહે થતાં મેડિકલ બિલમાં કાઉન્ટર સાઇનમાં ખૂબ જ મુશ્કેલી પડે છે યા તો બિલકુલ મનાઇ કરવામાં આવે છે. આટલા મોંઘવારીના મુશ્કેલ સમયમાં પેન્શનરો સહી માટે બિલની સલાહ માટે એક રૂમથી બીજા રૂમમાં ભટકે છે. અગાઉ ખૂબ સરળતાથી સલાહ-સૂચન મળતા હતા. બિલમાં ડોક્ટરોની કાઉન્ટર સહી સિવિલ સર્જનની સહી થતી હતી, હાલે અદાણી ખાનગી હોસ્પિટલ થતાં એકમાત્ર?આ જી.કે. જનરલ હોસ્પિટલનો આધાર હતો. અમારી માંગ છે કે અગાઉની માફક નિયમાનુસાર બિલોમાં સહીઓ કરી રાહત આપવામાં આવે તો પેન્શનરોની હાલાકી ઓછી થઇ?શકે. 60થી 70 તેથી વધારે વર્ષના પેન્શનરોને ચાલવાની તકલીફ, નજરની તકલીફ ઘણી એવી હાલાકી થતી હોય છે. જી.કે. જનરલ હોસ્પિટલના ડો. બિલોમાં સાઇન કરી આપે તો હાલાકી ઓછી થાય. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer