પાંજરાપોળ-ગૌશાળાઓને ઓગસ્ટથી નવેમ્બર સુધી પશુ સબસિડી ચૂકવો

ભુજ, તા.21 : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે જુન-જુલાઈમાં અપુરતો વરસાદ વરસતાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે. જુન-જુલાઈમાં ચુકવાયેલી પશુ સબસિડી સહાયના લીધે પાંજરાપોળ-ગૌશાળાઓને થોડાક અંશે રાહત થઈ હતી. ત્યારે પાંજરાપોળ-ગૌશાળાઓને  ઓગષ્ટથી નવેમ્બર એમ ચાર માસના સમયગાળા માટે પશુ સબસિડી સહાય ચુકવવા અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ  યુવા સંઘ દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ભરત સોંદરવાએ કરેલી રજુઆતમાં જણાવ્યાનુસાર પ્રવર્તમાન સ્થિતિમાં સંસ્થાઓને દાન મળવાનું સદંતર બંધ થઈ ગયું છે.  જે પ થી 10 ટકા દાન આવે છે તેમાંથી વહીવટી ખર્ચ - પશુધનની દવાનો ખર્ચ માંડ માંડ કરી શકાય છે. ગૌશાળા પાંજરાપોળમાં પશુઓના નિભાવનો કોઈ વિકલ્પ રહ્યો નથી ત્યારે સંવેદનશીલ સરકાર ચાર માસ માટે સબસિડી ચૂકવવાનો નિર્ણય તત્કાળ કરે એવી રજુઆત કરાઈ હતી. જો સરકાર દૈનિક પ્રતિ પશુદીઠ સબસિડી સહાય ચૂકવશે તો અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer