જખૌના સરકારી આયુર્વેદ દવાખાનાના જર્જરિત મકાનની ત્વરિત મરંમત કરાવો

જખૌ (તા. અબડાસા), તા. 21 : અહીંના `બાંયાબાઈ ભવાનજી શિવજી ઝવેરી' સરકારી આયુર્વેદ દવાખાનું ચલાવવા માટે દાતા દ્વારા આપતી વખતે મુકાયેલી શરત મુજબ સરકારે મરંમત કરાવવાની રહેશે. છેલ્લે 31 વર્ષ પહેલાં થોડું કામ કરાવાયું હતું હવે જર્જરિત બનેલા મકાનની તાત્કાલિક મરંમત નહીં કરાય તો જમીનદોસ્ત થઈ જશે તેવી સરકારના સંબંધિત તંત્રોને રજૂઆત કરાઈ છે. હાલે 95 વર્ષના શા. શામજીભાઈ ભવાનજી ઝવેરીએ તેમના માતા બાંયાબાઈની હક્ક માલિકીનું 8 રૂમ, મેડી સહિત ત્રણ ડેલીબંધ મકાન સરકારને 1976માં આપ્યું હતું. દાતા ભવાનજીભાઈ દ્વારા 2017થી મકાન મરંમત માટે 2017થી અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં ઉપેક્ષા સેવાય છે. ભૂકંપ પછી નવા દવાખાનાના મકાનો બંધાયા છે પણ જખૌનું દવાખાનાનું મકાન 31 વર્ષ બાદ મરંમત થયું નથી તેવું દાતાના સત્તાવાર પ્રતિનિધિ અશોક ગોકુલદાસ સોમૈયાએ વ્યથા સાથે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer