મોટા આસંબિયામાં ક્ષારવાળું પાણી મળતાં હાલાકી : વૈકલ્પિક વ્યવસ્થાનું સૂચન

મોટા આસંબિયા (તા. માંડવી), તા. 21 : છેલ્લા ઘણા વખતથી ગામવાસીઓને અપાતા બોરવેલના પાણીમાં ખારાશનું પ્રમાણ વધી જતાં ગામના લોકોને વિવિધ દૈનિક ક્રિયાઓમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. મીઠા પાણીના નવા સ્રોતની તપાસ કરીને, પાણી-પુરવઠા માટે નવો બોર બનાવવાની માગણી દિનપ્રતિદિન જોર પકડી રહી છે.  ગામવાસીઓને મીઠું પાણી પ્રાપ્ત થાય એ માટેની પૂરક અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભંભાપીર તળાવ સમીપ `જૂનીવાવ' નામે જાણીતા જાહેર કૂવાની મરંમત, કૂવા પરિસરની સાફ-સફાઈ કરવાનું સૂચન ગામના અનુભવી વડીલો તરફથી અવારનવાર થઈ રહ્યું છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર, આ કૂવો ભંભાપીર તળાવની નજીક આવેલો હોઈ, કૂવામાં મીઠા પાણીની આવ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ભૂતકાળમાં પ્રતિવર્ષ આ કૂવાની નિયમિત સાફ-સફાઈ જૈન મહાજન દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કૂવો તદ્દન ત્યજાયેલી અને ઉપેક્ષિત હાલતમાં છે. ગામની મહિલાઓ પણ વડીલોની આ વાતને સમર્થન આપી રહી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer