ગુજરાત રેડક્રોસે 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાજ્યમાં કર્યાં વિતરણ

ગાંધીધામ, તા. 21 : અમદાવાદમાં ગુજરાત રેડક્રોસ ભવન ખાતે ગુજરાતના રાજયપાલ સહિતના અગ્રણીઓના હસ્તે 350 ઓકિસજન કોન્સન્ટેટર વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં  રાજયની રેડક્રોસ શાખાની કામગીરીને  લઈને  50 લાખનુ ઈનામ અપાયુ હતુ.રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનની હાજરીમાં  મિશન ડાયરેકટર રેમ્યા મોહન  સહિતના હસ્તે  ગુજરાતની 33 જિલ્લા રેડક્રોસ શાખા દરેકને 5 અને 75 તાલુકા રેડક્રોસ શાખાને 2 ઓકિસજન કોન્સન્ટ્રેટર વિતરણ કરાયા હતા. 35 ઓકિસજન કોન્સન્ટ્રેટર   અમદાવાદના રેડક્રોસ ભવન ખાતે  અમદાવાદની જનતા માટે રખાયા હતા.  કોરોનાની  ત્રીજી લહેરનો સતત ભય  તોળાઈ રહયો છે. ત્યારે આગોતરી તૈયારીના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમ થકી ભાવનગર અને વ્યારાની કોરોના હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ આપવાની  જાહેરાત  કરાઈ હતી. રાજયની રેડક્રોસ શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યે  આવકાર પ્રવચનમાં ગુજરાત રેડક્રોસની શાખા ધ્વારા  કોરોનાના સમયમાં કરાયેલી   વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ  ઉપર પ્રકાશ પાડયો હતો. રાજયપાલજીના નેતૃત્વમાં  1  લાખથી વધુ રાશનકિટ અને જરૂરિયાતમંદોને દવા વિતરણ કરાઈ છે. આ કાર્યને  તેમણે બિરદાવ્યુ હતુ. વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર અને ખજાનચી  ડો. મુકેશ જાગીવાલા, મંત્રી   ડો. પ્રકાશ પરમારે  પણ આવા સેવાકીય  કાર્ય બદલ આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિક સચિવ મનોજ અગ્રવાલે રેડક્રોઁસ ધ્વારા થતી વૃધ્ધાશ્રમ, અદ્યતન લેબોરેટરી, ફીઝીયોથેરાપી સેન્ટર,  આર્ટીફીશિયલ લીમ્બ સેન્ટર, થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટર, એકસ-રે, સોનોગ્રાફી, સર્વાઈકલ કેન્સર ક્રીનીંગ  જેવાં લોક ઉપયોગી  કાર્યની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય આરોગ્ય  મિશનના  રેમ્યા મોહને સમગ્ર દેશમાં ગુજરાત રેડક્રોસ શાખાની કામગીરીની નોંધ લઈ  શાખાને પ્રથમ સ્થાન  આપી   50 લાખનુ ઈનામ આપ્યું હતું. આ ઉપરાંત  શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને  દેશમાં બેસ્ટ રેડક્રોસ કાર્યકર તરીકે  રાષ્ટ્રપતિ તરફથી  ગોલ્ડમેડલ અપાયો હતો. અમદાવાદ બ્લડ બેંકને શ્રેષ્ઠ બ્લડ બેંક  તરીકે પ્રથમ સ્થાન  અને ગુજરાતની 24 બ્લડ બેંકોની  બધા જ રાજયોની  સરખામણીએ સૌથી વધારે રકત એકત્ર કરવા બદલ  પ્રથમ સ્થાન મળ્યુ હતું. શ્રી આચાર્યે   સમગ્ર  ટીમને અભિનંદન પાઠવ્યા હતા.રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ સંસ્થા ધ્વારા  કોવિડ મહામારીના સમયમાં  કરવામાં  કરાયેલી  કામગીરીની  પ્રશંસા કરી રાજયમાં શરૂ થનાર ઓકિસજન બેંક અંગે ખુશી વ્યકત કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer