મિરજાપરમાં પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમી રહેલા છ ખેલી ઝડપાયા

મિરજાપરમાં પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમી રહેલા છ ખેલી ઝડપાયા
ભુજ, તા. 18 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના મિરજાપર ગામે બાતમીના આધારે પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાએ દરોડો પાડી આંબેડકરનગર વિસ્તારમાંથી ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર છ આરોપીની ધરપકડ કરી હતી. કાર્યવાહીમાં પોલીસે રૂા. 25,300 રોકડા અને પાંચ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આ કાયદાકીય કામગીરી અંતર્ગત મિરજાપરના કીર્તિદાન ઝવેરદાન ગઢવી, સુખપરના રાજેશ શ્યામ પવાર અને કરણાસિંહ દેવુભા ચૂડાસમા, માનકૂવાના રામગર સુરેશગર ગોસ્વામી, મિરજાપરના અરાવિંદ મનજી મારવાડા અને મૂળ ચુનડીના હાલે મિરજાપર રહેતા રવજી  જેમલ મારવાડાને પકડાયા હતા અને તેમની વિરુદ્ધ  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એલ.સી.બી.ના આ દરોડામાં આરોપીઓ પાસેથી રૂા. 25,300 રોકડા અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 50,300ની માલમતા કબ્જે કરાઇ હતી. તહોમતદારો સામે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. કાર્યકારી ઇન્સ્પેક્ટર એસ.જે. રાણા અને સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ સાથે કાર્યવાહીમાં સ્ટાફના સભ્યો જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer