ડોમ્બીવલીમાં ભાનુશાલી જ્ઞાતિ માટે બ્લેક ફંગસ તપાસણી કેમ્પ યોજાયો

ડોમ્બીવલીમાં ભાનુશાલી જ્ઞાતિ માટે બ્લેક ફંગસ તપાસણી કેમ્પ યોજાયો
મુંબઇ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ડોમ્બીવલી ખાતે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના આશીર્વાદથી ડોમ્બીવલી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ આયોજીત મેડિકલ કેમ્પમાં બ્લેક ફંગસની ચકાસણી  કરવામાં આવી હતી. થાણે જિલ્લામાં આવો કેમ્પ પ્રથમવાર યોજાયો હતો. ડોમ્બીવલી વેસ્ટમાં ભાનુશાલી સભાગૃહમાં રવિવારે આયોજીત કેમ્પમાં કુલ 67 દર્દીની વિનામૂલ્યે તપાસણી કરાઇ હતી. જેમને કોરોના થયો હોય તેવા લોકોને બ્લેક ફંગસ થઇ શકે છે. આથી આ પ્રકારના  જ્ઞાતિબંધુઓને  તપાસાયા હતા. અલબત્ત કેમ્પમાં એક પણ રોગી જણાયો ન હતો. સમાજની ડોકટર ટીમ અને વિશેષમાં ડો. તુષાર ગોરી અને ડો. નીલીમા ગોરી અને કોરોના વોરિયર્સ ટીમે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા બદલ ડોમ્બીવલી ભાનુશાલી મિત્ર મંડળે સર્વેનો આભાર માન્યો હતો એમ નવીનભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer