નલિયામાં સુપર મેગા નેત્રયજ્ઞ હેઠળ 62 જણને સારવાર : 20 શત્રક્રિયા થશે

નલિયામાં સુપર મેગા નેત્રયજ્ઞ હેઠળ 62 જણને સારવાર : 20 શત્રક્રિયા થશે
ભુજ, તા. 18 : રણછોડદાસજી બાપુ ચે. ટ્રસ્ટની સદ્ગુરુ હોસ્પિટલ રાજકોટ, નલિયા લોહાણા મહાજન અને ગાયત્રી પરિવાર-નલિયા તેમજ તૃપ્તિબેન રતનશી આશર પરિવાર ટ્રસ્ટ-નલિયા દ્વારા સંયુક્ત આયોજિત વિનામૂલ્યે નેત્રમણિ સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પમાં 62 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં આંખના મોતિયાનાં ઓપરેશનલાયક 20 દર્દીઓમાંથી 16 જણને સદ્ગુરુ હોસ્પિટલની બસમાં લઈ જવાયા, ત્યાં આધુનિક ફેકો મશીનથી લેસર દ્વારા ટાંકા વગરનું ફોરેનનો નેત્રમણિ નાખીને ઓપરેશન તદ્દન ફ્રી કરી અપાશે. ઓપરેશન બાદ જરૂરી ટીપાં અને ચશ્માં ફ્રી અપાશે. બીજા દિવસે નલિયા પરત મૂકી જવાની વ્યવસ્થા પણ બસ દ્વારા કરાશે. 4 દર્દીઓનાં ઓપરેશન તેઓ તૈયાર ન હોવાથી પાછળથી થશે.તપાસણી ડો. જયસુખભાઈ રાઠોડે કરીને સંસ્થા તરફથી દવા અને ટીપાં પણ નિ:શુલ્ક આપ્યા હતા. તે સિવાય છારી અને વેલના ઓપરેશનલાયક પ દર્દીઓ અને કીકીના 4 જણને ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. રેટિનાની તકલીફવાળા પ દરદીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં તદન રાહત ભાવે કરી અપાશે, એ માટેના 14 દર્દીની સારવાર અને ઓપરેશન માટે હંમેશ મુજબ નલિયાના ધનલક્ષ્મીબેન આઈયા સા. ચેરિ. ટ્રસ્ટ તરફનો સેવાસહયોગ મળ્યો છે. રસ્તામાં ચા-પાણીની વ્યવસ્થા તેમજ ઓપરેશન કરવા જવાવાળાને અહીં જમવાની વ્યવસ્થાની આસુભા આશર પરિવારના તૃપ્તિબેન સેવા સ્મૃતિ ટ્રસ્ટ-નલિયા, હા. વિમળાબેન આશર પરિવાર તરફથી કરાઈ છે.નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં અબ્દુલભાઈ મેમણ, નારાણજીભાઈ ઠક્કર, હરેશભાઈ આઈયા, રમણીકભાઈ આશર, રમેશભાઈ સોની, અશોકભાઈ સોમૈયા, રાજુભાઈ મજેઠિયા, દેવજીભાઈ મહેશ્વરી, જાલુભા પાણીવાળા, જગદીશ મારાજ રસોયા વિગેરે જણનો સારો સેવાસહયોગ મળ્યો. લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ સોનાગેલાએ સેવા આપી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer