મથલમાં ગળેફાંસો ખાઇને કિશોરીએ મોત આણી લીધું

ભુજ, તા. 18 : નખત્રાણા તાલુકાના મથલ ગામે પંદર વર્ષની વયની જયા શિવજી સીજુ નામની કિશોરીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ મરનાર તરુણીએ તેના ઘરમાં દરવાજો અંદરથી બંધ કરી છતના હૂકમાં રસ્સી વડે લટકી જઇને મોતનો માર્ગ અપનાવ્યો હતો.બનાવ વિશે તેના મામા કોટડા (જ.)ના ધનજીભાઇ જેપારે પોલીસને જાણ કરતાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો.મરનાર જયાના પિતાનું એકાદ મહિના પહેલાં અવસાન થયું હતું. આ બનાવના આઘાત અને પિતાના વિયોગમાં મરનારે આ આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે મનાઇ રહ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer