18 વર્ષથી વધુવાળાને નોંધણી વગર હજુ રસી મળતી નથી

ભુજ, તા. 18 : એકબાજુ જાહેરાત કરવામાં આવી હતી કે 18 વર્ષથી વધુ વયવાળા યુવાનો પણ હવે વગર નોંધણીએ રસી મૂકાવી શકશે, પરંતુ કચ્છમાં હજુ આવું કોઇ આયોજન થયું નહીં હોવાથી યુવાવર્ગ ગેરમાર્ગે દોરાઇ રહ્યો છે ત્યારે કચ્છના રસીકરણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે હજુ જાહેરાત થઇ છે, પરિપત્ર આવી ગયા બાદ અમલીકરણ થવાનું છે. જિલ્લા આરોગ્ય તંત્રના રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતાં તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે જાહેરાત બાદ કેન્દ્રીય સ્તરની કમિટી આયોજન ઘડી રાજ્ય સરકારને મોકલે છે. પછી રસીકરણ કરવાનું કામ રાજ્ય સરકારની સૂચનાથી થાય છે. અમે પણ પરિપત્રની રાહ જોઇ રહ્યા છીએ, પરંતુ ત્યાં સુધી તો અત્યારે નોંધણી બાદ જ રસી મળી શકે છે. તેના વગર નહીં, પરંતુ તેમણે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંભવત: 21 તારીખ પછી નોંધણી વગર રસીકરણ ચાલુ થઇ જાય તેવી ધારણા વ્યક્ત કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer