મહિલા ટીમનો મેચ બચાવવા સંઘર્ષ: ફોલોઓન થયા બાદ 1/પ7

બ્રિસ્ટલ તા.18 : યુવા બેટસવુમન શેફાલી વર્માની લડાયક બેટિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટના ત્રીજા દિવસે મેચ બચાવવા કોશિશ આદરી હતી. ફોલોઓન થયા બાદ આજે ચાના સમય પહેલા વરસાદને લીધે રમત અટકી ત્યારે ભારતના 1 વિકેટે પ7 રન થયા હતા. ભારત હજુ 108 રન પાછળ છે. પહેલા દાવમાં શાનદાર 96 રન કરનાર શેફાલી 46 રને રમતમાં હતી. તેણે પ3 દડાની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા ફટકાર્યાં હતા. સ્મૃતિ 8 રને આઉટ થઇ હતી. આ પહેલા આજે મેચના ત્રીજા દિવસે લંચ પૂર્વે ભારતીય મહિલા ટીમનો પહેલા દાવમાં 231 રનમાં સંકેલો થઇ ગયો હતો. શાનદાર શરૂઆત બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને 10 વિકેટ 64 રનમાં ગુમાવી દીધી હતી. યુવા શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે પહેલી વિકેટમાં 167 રનની વિક્રમી ભાગીદારી થઇ હતી. સ્મૃતિ મંધાના 1પપ દડામાં 14 ચોગ્ગાથી 78 રને આઉટ થયા બાદ ભારતની બાકીની વિકેટો ટપોટપ પડી ગઇ હતી. શેફાલી વર્મા તેના પદાર્પણ ટેસ્ટમાં ચાર રને સદી ચૂકી ગઇ હતી. તેણીએ 1પ2 દડાની ઇનિંગમાં 13 ચોકકા અને 2 છકકા લગાવ્યા હતા. આ સિવાય દીપ્તિ શર્માએ અણનમ 29 રન બનાવ્યા હતા. સુકાની મિતાલી રાજ 2 અને હરમનપ્રિત 4 રને આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી સોફી અકલેસ્ટોને 4 અને કેપ્ટન હીથર નાઇટે બે વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડને 16પ રનની સરસાઇ મળી હતી. આથી તેણે ભારતીય મહિલા ટીમને ફોલોઓન કરી હતી. ચાર દિવસીય મેચમાં 1પ0 રનની સરસાઇ પર હરીફ ટીમને ફોલોઓન કરી શકાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer