યુવા સનસની શેફાલીની પદાર્પણ ટેસ્ટમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ્સ

બ્રિસ્ટલ, તા. 18 : ભારતીય મહિલા ટીમની યુવા સનસની શેફાલી વર્માએ તેની પદાર્પણ ટેસ્ટમાં જ રેકોર્ડની ઝડી લગાવી દીધી છે. 17 વર્ષીય શેફાલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે 96 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, પોતાની પદાપર્ણ ટેસ્ટ ઇનિંગ્સમાં તેણી માત્ર 4 રને સદી ચૂકીને ઇતિહાસ રચતા ચૂકી ગઇ હતી. ભારતીય મહિલા ટીમ તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઈનિંગ્સ છે. આ પહેલાં ચંદ્રકાંતા કૌલે પ્રથમ મેચમાં 199પમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 7પ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત શેફાલી વર્માએ અનુભવી સ્મૃતિ મંધાના (78) સાથે પહેલી વિકેટમાં 167 રનની ભાગીદારી કરી હતી. ભારતીય મહિલા ટીમ તરફથી ટેસ્ટમાં ઓપનિંગમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં ગાર્ગી બેનર્જી અને સંધ્યા અગ્રવાલે 1984માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઇમાં 1પ3 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી ઓવરઓલ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ થિરુષી કામિની અને પૂનમ રાઉત વચ્ચે છે. આ બન્નેએ 2014માં દ. આફ્રિકા સામે મૈસૂરમાં બીજી વિકેટમાં 27પ રનની ભાગીદારી કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer