ચાંદ્રાણીમાં મુસ્લિમ સમાજને રક્ષણ આપો

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના ચાંદ્રાણીમાં મુસ્લિમ સમાજને કનડગત કરતા તત્વો સામે રક્ષણ આપવા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી મંત્રીએ પોલીસ મહાનિર્દેશક સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.કોંગ્રેસ અગ્રણી  હાજી  જુમા રાયમાએ  લેખિત રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યુ હતુ કે   પૂર્વ કચ્છમાં કોમવાદી અને કટ્ટરવાદી તત્વો અલગ અલગ જગ્યાએ સમગ્ર મુસ્લિમ સમાજને યેનકેન પ્રકારે  નિશાન બનાવી પરેશાન  કરી રહયા  છે અને કચ્છની શાંતિમાં પલિતો ચાંપી રહયા છે. આવા તત્વો સામે કાર્યવાહી કરી  તેમને ડામવા અને મુસ્લિમ સમાજને રક્ષણ  આપવા તેમણે  અરજ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે   ગત તા.17/6/21 ના  ગામમાં  કેટલાક લોકોએ પૂર્વ આયોજન અને હથિયારો સાથે  ઘરમાં જઈ મુસ્લિમ સમાજની સમાજવાડીની જમીનનો કબ્જો  કરવાની કોશિશ કરી  શાંતિને પલિતો ચાંપવાની કોશિશ કરી હતી. 2001ના  ભૂકંપ  બાદ ગામનુ પુનર્વસન થયા  પછી અહી મુસ્લિમ સમાજ  સાથે અન્ય સમાજના લોકો વસવાટ કરે છે. જે તે સમયે દરેક સમાજના  લોકોને રહેવા માટે  ઘર માટેની જગ્યા અને દરેક સમાજને સમાજવાડી માટે  જમીન ફાળવવામાં આવી હતી.  20 વર્ષથી  સમાજવાડી માટે   ફાળવેલી જમીન મુસ્લિમ સમાજ પાસે છે.હાલમાં ગામના સરપંચ અને અન્ય તત્વો દ્વારા મુસ્લિમ સમાજની સમાજવાડીની  જગ્યા ઉપર કન્યાશાળા બાંધવાની છે તેવો  ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અમુક કોમવાદી તત્વો દ્વારા  આગલા દિવસે સોશ્યલ મિડીયામાં સંદેશ વહેતા કરી ટોળા ભેગા કરી મુસ્લિમ સમાજના 30 ઘરોમાં ભય અને આતંકનુ વાતાવરણ ઉભું કરવા ભેગા થયા તેમજ સ્થાનિક પોલીસ તંત્રે નિર્દોષ લોકોને રક્ષણ આપવાના બદલે જમીન ખાલી કરવા દબાણ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતે.કાયદો વ્યવસ્થાને બદલે મહેસુલી વિભાગનું કાર્ય કરતા પોલીસતંત્રે લોકોના જાનમાલનું રક્ષણ કરી  કોમી તત્વો સામે લાલ આંખ કરે અન્યથા  ગમે ત્યારે મોટું ઘર્ષણ થશે જેની જવાબદારી તંત્રની રહેશે  તેવુ આ પત્રમાં જણાવ્યુ હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer