ખાવડામાં ગંજીપાના વડે જુગાર રમતા સાત પકડાયા

ભુજ, તા. 18 : તાલુકાનાં સીમાવર્તી મથક ખાવડા ખાતે ગામના ખત્રીવાસની પાછળના ભાગે ડેમ પાસેની બાવળની ઝાડી વચ્ચે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર સાત આરોપીને પકડી પાડી તેમની પાસેથી રૂા. 6350ની માલમત્તા કબ્જે કરી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, આ દરોડામાં પકડાયેલા આરોપીમાં દિનારાના અનવર વાહેદના સમા, નાના બાંધાના કયુમ જુણશ સમા, ખાવડાના જાવેદ ગની સુમરા અને અરાવિંદ વેલા કોળી, નાના બાંધાના ભીલાલ જુશબ સમા, જામકુનરિયાના જુમા વેલા  સમા અને ધ્રોબાણાના પબા કારા મારવાડાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂા. 4250 રોકડા તથા ચાર મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer