કુરબઇમાં સર્પએ દંશ દેતાં વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો

ભુજ, તા. 18 : તાલુકાનાં કુરબઇ ગામે સર્પએ દંશ દેતાં 70 વર્ષની વયનાં રામબાઇ જુમ્મા કોળીનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, આ હતભાગી વૃદ્ધાને આજે વહેલી સવારે તેનાં ઘરમાં સર્પએ દંશ માર્યો હતો. પ્રથમ સારવાર ગઢશીશા ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવા સમયે ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. માનકૂવા પોલીસે બનાવ બાબતે અકસ્માત મોતની નોંધણી કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer