જૈન સંગઠન દ્વારા ઓનલાઈન કાર્યક્રમ : ત્રણ હજાર જણ જોડાયા

જૈન સંગઠન દ્વારા ઓનલાઈન કાર્યક્રમ : ત્રણ હજાર જણ જોડાયા
ગાંધીધામ, તા. 16 : જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ  સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા એક  મુલાકાત અપનો કે સાથ સંગીતમય ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ -વિદેશથી 3 હજાર જેટલા લોકો જોડાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ નમસ્કાર મહામંત્ર અને ફેડરેશનના સૂત્ર સાથે થયો હતો. ત્યારબાદ  છેલ્લા બે માસમાં  અવસાન પામેલા  રીજીયનના  પદાધિકારીઓને અંજલી અપાઈ હતી. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લલિતભાઈ શાહે કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. સૌરાષ્ટ્ર રીજીયન  ચેરમેન ડો. ચેતન વોરાએ   પ્રાસંગિક ઉદબોધનમાં કહયુ હતુ કે  આ વિભાગની શાખા મોજ શોખથી  બહાર નીકળીને માનવ સેવાનો પર્યાય બની ગઈ છે. આ  વિભાગના પદાધિકારીઓના પરીચય માટે દશ્ય અને શ્રાવ્ય માધ્યમનો ભરપૂર ઉપયોગ કરાયો હતો. વ્યકિત પરિચય સાથે તેને અનુરૂપ ગીતોની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય સુરેશ કોઠારી, હરેશ વોરા, હાલના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ દોષી વગેરે હાજર રહીને  પ્રાસંગિક ઉદબોધન આપ્યુ હતું.આયોજનને સંગીતના સૂરો સાથે શણગારવા માટે  ગાયક ચિંતન શર્મા, અદિતિ શાહ, હાઉઝી કીંગ લય  અંતાણી ઉપસ્થિત રહયા હતા. વોઈસ ઓફ જે.એસ.જી.ના આંતરરાષ્ટ્રીય સંયોજક અમિત જૈને સંચાલન તથા કાર્યક્રમને સફળ બનાવવા ડી.જે વિકકી લૂંજા, નેહા વોરા, મીનેશ  શાહ, રૂપેન્દ્ર જૈનએ સહકાર આપ્યો હતો.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer