ભોજાય હોસ્પિટલમાં જનરલ સર્જરી કેમ્પમાં 30ની તપાસ

ભોજાય હોસ્પિટલમાં જનરલ સર્જરી કેમ્પમાં 30ની તપાસ
ભુજ, તા. 16 : ભોજાય સર્વોદય ટ્રસ્ટના માતા પુષ્પાબેન વિનુભાઇ વળિયા જનરલ સર્જરી વિભાગ ઉપક્રમે તાજેતરમાં જનરલ સર્જરી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 દરદીની તપાસ કરાઇ હતી.આ શિબિરમાં એપેન્ડિક્સ, સારણગાંઠ, વધરાવળ, ફિસ્ટુલા, હરસ મસા, છાતીની ગાંઠના 30 દરદીને હોસ્પિટલના ડો. કિશોર મહેતા અને ડીવાઇન લાઇફ હોસ્પિટલ, આદિપુરના સર્જન ડો. મિતેશ મોદી, રામબાગ હોસ્પિટલ, ગાંધીધામના સર્જન ડો. કિશન કટુઆ અને ડો. સપના કટુઆએ તપાસી નિદાન કર્યું હતું, જે પૈકી 18 દરદીનાં ઓપરેશન થયા હતા. દરદીઓ લખપત, અબડાસા, નખત્રાણા તાલુકાથી આવ્યા હતા. એનેસ્થેટિસ્ટ ડો. રાજવીર જાડેજાએ સેવાઓ આપી હતી.કેમ્પનું સંચાલન નવીન મારવાડાએ કર્યું હતું. હરીશ તરલા ગોશરે સ્વયંસેવકો તરીકેની સેવા બજાવી હતી. ઓપરેશન થિયેટરમાં હરેશ મારવાડા, સુશીલ ચૌધરી, સંજય બડગા, સાગર ભર્યા, દેવરાજ માતંગ, નરશી સંજોટ, વાલજી સંજોટ, સર્જરીમાં આસ્ટિન્ટ તરીકે ફરજ બજાવી હતી. લેબોરેટરી પરીક્ષણ, એકસ-રે, ઇત્યાદી ધુનીરામ ચૌધરી, પ્રકાશ સોની, લહેરચંદ વીછીવોરાએ કર્યાં હતાં. વોર્ડનું સંચાલન આસપાર ભર્યા, ભરત ગાલાએ કર્યું હતું. ફાર્મસીની જવાબદારી દીપક મોખા, હીરેન ડળગાએ સંભાળી હતી.આ શિબિરમાં 85 વર્ષના લખુ ખીમા આહીર, રાજપરનું જટિલ સારણગાંઠનું ઓપરેશન સફળ રીતે થયું. તેઓ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીનાં લીધે સહન કરી રહ્યા હતા. બીજા દરદીને બે બોટલ લોહી ચડાવામાં આવ્યું હતું. એમના લોહીના ટકા માત્ર 6.2 હતા. તેઓ હરસ મસાની બીમારીથી પીડાતા હતા. આ શિબિર માટેનું અનુદાન માંડવીના રહેવાસી હાલે અમેરિકાનાં હાર્દિકાબેન અને પ્રદિપ શાહ તરફથી મળ્યું હતું. આ દાતા તરફથી આગામી આયોજન કરવામાં આવશે. આ મહિનાની 18 જૂનના ત્રી રોગ શિબિર યોજવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer