મણિનગર સ્વામિ. સંસ્થાન દ્વારા માંડવીની શાળાને અનુદાન

મણિનગર સ્વામિ. સંસ્થાન દ્વારા માંડવીની શાળાને અનુદાન
માંડવી, તા. 16 : મણિનગર- અમદાવાદ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા માંડવીની શાળાને અનુદાન પ્રાપ્ત થયું હતું. મણિનગર સ્વામિનારાયણ મંદિર-અમદાવાદની ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુસોત્તમદાસજી સ્વામી મહારાજના 79મા સદભાવના પર્વ નિમિત્તે માંડવીની `દરબારી શાળા'માં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું એવું શાળાના આચાર્ય આઇ. જે. ગણાત્રાએ જણાવ્યું હતું. દરબારી શાળા આઝાદી બાદ સરકારમાં સોંપાઇ એ સમયથી તાલુકા ગ્રુપ પ્રા. શાળા નં. 1 તરીકે ઓળખાતી. આ શાળામાં સ્વામી મહારાજે ઇ.સ. 1947/48માં શરૂઆતનું પ્રારંભિક શિક્ષણ આ શાળામાં મેળવ્યું હતું જેમાં સાથીદાર કુંવરજીભાઇ રાબડિયાએ આ પ્રસાદી શાળાની મુલાકાત લઇ જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. ઉપરાંત તાજેતરમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગુરુપ્રિયદાસજી સ્વામી મહારાજની સાથે આવેલા હીરજીભાઇ રાબડિયા, ચંદ્રકાંતભાઇ રાબડિયા, કુંવરજીભાઇ રાબડિયાનું શાળા વતી શાળા પરિવારે આવકાર આપી અભિવાદન કર્યું હતું. તેઓએ આ પ્રસાદીની શાળા દરબારી શાળાનું દસ્તાવેજીકરણ કર્યું હતું. સાથે ઋણ સ્વીકારરૂપે સ્વામી મહારાજના 79મા સદભાવના પર્વની સ્મૃતિમાં શાળાના બાળકો માટે શૈક્ષણિક હેતુસર રૂા. 10 હજારનું દાન અર્પણ કરતાં શાળાના આચાર્ય ઇશ્વર ગણાત્રા, શાળા પરિવારના ધવલભાઇ યાદવ, રીટાબેન શાહ, નીલમબેન ગોહિલ, માલતીબેન પટેલ તેમજ શાળા એસ.એમ.સી. અધ્યક્ષા દિપાલીબેન ચૌહાણે અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer