રાજસ્થાન સાથેનો કચ્છ એસ.ટી.નો વાહન વ્યવહાર પુન: સ્થપાયો

ભુજ, તા. 16: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દેશભરમાં સર્જાયેલા લોકડાઉનના કારણે બંધ થયેલો આંતરરાજય વાહન વ્યવહાર પુન: શરૂ થતાં રાજસ્થાન સાથેનું કચ્છનું એસ.ટી. બસ પરિવહન પુન: સ્થપાયું છે. જિલ્લાની વિભાગીય નિયામક કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગત 10મી મેથી રાજસ્થાન સાથેનું આંતરરાજ્ય સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાજસ્થાનમાં કોરોનાનું પ્રમાણ ઘટતાં સ્થાનિક સરકારે છુટછાટ આપતાં રાજય સરકારની મંજૂરી બાદ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકમાત્ર ભુજ-બારમેડની બસ સેવાનો બુધવારથી પુન: પ્રારંભ કરાયો છે. આ બસ બપોરે બે વાગ્યે ભુજથી ઉપડશે. જોકે ગુજરાતમાં હજુ રાત્રિ કફર્યુ જારી રહેતાં કચ્છમાંથી જિલ્લા બહાર જતી રાપર-સુરત, માંડવી-જામનગર, માંડવી-ગાંધીનગર, માંડવી-દ્વારકા, માંડવી-રાજકોટ, માંડવી-અમદાવાદ, રાપર-અમદાવાદ, ભુજ-પાલિતાણા સહિતની સેવા હજુ બંધ છે. જયારે ભુજ-ભાવનગર પણ આજથી શરૂ કરવામાં આવી રહી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer