કચ્છમાં અસંગઠિત મજૂરો અને શ્રમિકો માટે 868 સેન્ટર કાર્યરત

ભુજ, તા. 16 : અસંગઠિત મજૂરો અને શ્રમિકો માટે ઇ-નિર્માણ અને યુ-વિન કાર્ડ શુભારંભ અંગેની બેઠક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ સ્થિત વડી કચેરીના ઉપક્રમે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને, બોર્ડ મંત્રી દિલીપભાઇ ઠાકોર, બોર્ડના સભ્ય સચિવ શ્રી પ્રજાપતિ, વિભાગના વડા તેમજ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરો તેમજ બોર્ડના જે-તે જિલ્લાના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતમાં યોજાઇ હતી.અસંગઠિત મજૂરો અને ઓનલાઇન નોંધણી તેમજ યોજનાકીય અન્ય લાભો સરળતાથી મેળવી શકે તે માટે સમગ્ર કચ્છમાં કુલ 868 જેટલા કાર્યરત સીએચસી સેન્ટર પરથી દરેક તાલુકામાં 10-10 જેટલા સેન્ટર પર કામગીરી ચાલુ પણ થઈ ગઇ છે. અરજદારે પોતાના કામકાજ માટે જિલ્લાની ઓફિસે અવાર-નવાર ખોટા ધક્કા ન ખાવા પડે એટલા માટે અરજદારની નજીકના સીએચસી કેન્દ્ર પરથી ઉપલબ્ધ કરવામાં આવશે, જે અંગેની યાદી પણ ટૂંક સમયમાં બાંધકામ બોર્ડની કચેરી બહુમાળી ભવન-218, ભુજ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવશે તેમજ ફોન નંબર 02832-224095 પર ફોન કરી કઈ કઈ જગ્યા પર યોજના અંગે સીએચસી કાર્યરત છે તે માહિતી પણ મેળવી શકાશે તેવું (ડી. જે. પંડ્યા) પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer