મદનપુરાના છાત્રો રાજ્યકક્ષાએ ઝળક્યા

મદનપુરાના છાત્રો રાજ્યકક્ષાએ ઝળક્યા
કોડાય (તા. માંડવી) તા. 10 : સમગ્ર શિક્ષા અભિયાનમાં શિક્ષણને ડિજિટલ કરવા કમાંડ એન્ડ કન્ટ્રોલનું ઉદ્ઘાટન-હોલિસ્ટિક લર્નિંગ એપનો આરંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ ક્લાસ લિંકથી કચ્છના માંડવી તાલુકાના મદનપુરાની શાળાના ધો. 6, 7 અને 8ના છાત્રોનો આચાર્ય અમિતભાઈ ડાંગરાએ જ્ઞાનસેતુ કાર્યક્રમનો પાઠ લીધો તે નિહાળ્યો હતો `ટિક્સ'નાં માધ્યમથી માંડવી તાલુકાના તલવાણા સી.આર.સી.ની મદનપુરા શાળાનાં બાળકોને આ પ્રસંગે જોડવામાં આવ્યા હતા. તેમના આચાર્ય ?શ્રી ડાંગરાએ કોરોનાકાળમાં ટેકનોલોજીનાં માધ્યમથી મોબાઈલથી બાળકોને અલગ-અલગ વિષયનું શિક્ષણ સ્ટાફની મદદથી આપ્યું હતું અને વેકેશન સમયગાળામાં પણ બાળકોને પ્રવૃત્ત રાખવા, યોગ, કસરત, કરાટેથી માંડીને સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી સમર કેમ્પ ને કોમ્પ્યુટર એજ્યુકેશન કેમ્પ યોજાયા હતા. આ વિશેષ યોગદાન બદલ સી.આર.સી. કો. ઓ. ડો. મમતાબેન ભટ્ટે રાજ્યકક્ષાએ માહિતી પહોંચાડતાં તે અંતર્ગત રાજ્યમાંથી ચાર જિલ્લા અમરેલી, અમદાવાદ, નવસારી અને કચ્છની શાળાને વર્ચ્યુઅલ રીતે સમગ્ર શિક્ષા અભિયાનના વડા પી. ભારતીએ તા. 9/6ના વર્ચ્યુઅલ રેર્કોડિંગ કલાસ નિહાળ્યો હતો. બાળકોને રાજ્યકક્ષાએ જોઈ શાળા માટે મનીષભાઈ, પ્રવીણભાઈ, શાંતિભાઈ રૂડાણી, રમીલાબેન, ડોનાબેન મોઢ, વનિતાબેન, બીનાબેન માવાણી વિગેરેએ  શાળાને દાન આપવાની તત્પરતા બતાવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માવાણી દર્શના, હીરાણી વંશિકા, મોઢ ધૈર્ય, ગોસ્વામી ધૈર્યા, નાયકા ક્રિષ્ના, દીપા દરજી, વાસાણી દેવલબેન સહિતના છાત્રોએ ભાગ લીધો હતો. જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા પણ ઓનલાઈન જોડાયા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer