કચ્છમાં શ્રમયોગી કાર્ડ બનાવવાનો પ્રારંભ

કચ્છમાં શ્રમયોગી કાર્ડ બનાવવાનો પ્રારંભ
બિદડા, તા. 10 : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શ્રમયોગી કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડનો પ્રારંભ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્ડ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયાથી લઇને કાર્ડ આપવા સુધીની તમામ પ્રક્રિયા આઇ.ટી. મિનિસ્ટ્રી અંતર્ગતના કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવતાં કચ્છમાં બિદડા ખાતે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 'U-WIN' ઓળખકાર્ડધારક અસંગઠિત શ્રમયોગીઓને અનેક કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર બનશે. જેમાં અકસ્માત સહાય, ગંભીર બીમારીઓમાં સહાય, આવાસ બાંધવા માટે સહાય, શિક્ષણ સહાય, કામગીરી તાલીમ સહાય, કાનૂની સહાય જેવી અનેક યોજનાકીય સહાય મેળવવા માટે આ કાર્ડઉપયોગી છે. તદ્ઉપરાંત પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના તથા ખેતમજૂર સહાય યોજના માટે ઉપયોગી રહેશે. આ કાર્ડ 12 અંકના કામદાર ઓળખ ક્રમાંક સાથે કામદારના નામ, ફોટો, એડ્રેસ, કેટેગરી, વ્યવસાય તેમજ આવક દર્શાવતું બારકોડવાળું કાર્ડ મળશે. આ કાર્ડનો લાભ 14 વર્ષથી 59 વર્ષની વયના લાભાર્થીઓ મેળવી શકશે જે માટે જરૂરી પુરાવા આધારકાર્ડ, બી.પી.એલ. કાર્ડ અથવા આવકનો દાખલો અને બેંકની વિગત સાથે કચ્છમાં કાર્યરત બિદડા સી.એચ.સી. સેન્ટરની મુલાકાત લેવાની રહેશે. બિદડા કોમન સર્વિસ સેન્ટર ખાતેથી વિવિધ સરકારી તથા બિનસરકારી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય, આયુષ્માન ભારત યોજના, આધારકાર્ડ, ફાસ્ટેગ, પેન્શન યોજના, જીવન પ્રમાણ, બેન્કિંગ, ઇ-સ્ટેમ્પિંગ, લોન અરજી, પી. એમ. કિસાન સન્માન નિધિ યોજના, જનધન યોજના, ઉજ્જવલા યોજના વગેરે જેવી તમામ યોજનાઓ સાથે 'ઞ-ઠઈંગ'?કાર્ડ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. બિદડા સી.એચ.સી.ના સંચાલક વી.એલ.ઇ. ભરત સંઘાર તથા તેમની ટીમના રાજેશભાઇ, વિપુલભાઇ, દીપકભાઇ વગેરે કેમ્પ્યુટર ઓપરેટરો તમામ સેવાઓ માટે નાગરિકોને મદદરૂપ થઇ રહ્યા છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer