પર્યાવરણના કારણે જ જીવ-જંતુ, માનવ જીવન શક્ય બની શક્યું

પર્યાવરણના કારણે જ જીવ-જંતુ, માનવ જીવન શક્ય બની શક્યું
માંડવી, તા. 10 : અહીંના નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 4માં નાગલપુર ખાતે પાણીના ટાંકાના કમ્પાઉન્ડમાં નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીના હસ્તે અને શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવેની ઉપસ્થિતિમાં નગરસેવકો, કર્મચારીઓ અને આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણને કારણે જ જીવ-જંતુઓ અને માનવ જીવન શક્ય બન્યું છે. જોકે હાલે કોરોના કાળમાં ચાલી રહેલા લોકડાઉનથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થયો છે તેવું પ્રમુખે જણાવ્યું હતું. મુખ્ય અધિકારી સાગરભાઈ રાડિયાએ વિશ્વ પર્યાવરણ દિન?નિમિત્તે વૃક્ષ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી વૃક્ષનું જતન કરવા અપીલ કરી હતી. કારોબારી ચેરમેન જિજ્ઞાબેન હોદાર, નગર સેવકો દીપાબા જાડેજા, પદમાબેન ફુફલ, ગીતાબેન ગોર, નિમેષ દવે, લાંતિક શાહ, પીયૂષ ગોહિલ, વિજય ચૌહાણ, રાજેશ કાનાણી, હરેશ વિંઝોડા, અબ્દુલ્લા ઓઢેજા, પારસ સંઘવી, પારસ માલમ ઉપરાંત દિનેશ હીરાણી, પંકજ ગોર, બલવંતસિંહ જાડેજા, મહેશગિરિ ગોસ્વામી, દર્શનગિરિ ગોસ્વામી, મુકેશ ત્રિવેદી, વિજય સેંઘાણી, હેડકલાર્ક કાનજી શિખોરા, ચેતન જોશી વગેરે હાજર રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer