ગાંધીગ્રામ ખાતે લોકભાગીદારી સાથે ડેમની મરંમતનું કાર્ય પૂરજોશમાં

ગાંધીગ્રામ ખાતે લોકભાગીદારી સાથે ડેમની મરંમતનું કાર્ય પૂરજોશમાં
માંડવી, તા. 10 : તાલુકાના ગાંધીગ્રામ ખાતે આવેલા `લોકશક્તિ ડેમ'ની ભાગીદારીથી મરંમત થઇ રહી છે.ડેમ માટે મૂળ માંડવી હાલે મસ્કત રહેતા ધરમશી નેણશી મસ્કતવાલા પરિવારે અને વી.આર.ટી.આઇ.ના માવજીભાઇ બારૈયા, તુલસીભાઇ ગજરાની પ્રેરણાથી 1998માં રૂા. 15 લાખનું દાન આપ્યું હતું. જે ગામના 39 ખેડૂતોએ માંડવીની બેંકમાંથી કુલ રૂા. 5 લાખની લોન લઇ રૂા. 27.50 લાખના ખર્ચે ડેમ તૈયાર કર્યો હતો. આ ડેમ માટે એક પણ રૂપિયાની સરકારી ગ્રાન્ટ લેવામાં આવી નથી. લોકભાગીદારીથી તૈયાર થયેલા આ ડેમમાં ગત વર્ષે થયેલા વધારે પડતા વરસાદના કારણે હાલમાં સ્થાનિક ખેડૂતો લોકભાગીદારીથી રૂા. 3 લાખના ખર્ચે મરંમત કામ કરાવી રહ્યા છે.ગામના ખેડૂત ઘનશ્યામભાઇ ભીમજી ચૌધરીએ ખેતી  માટે આ ડેમ આશીર્વાદ રૂપ હોવાનું જણાવી વી.આર.ટી.આઇ.ના માવજીભાઇ બારૈયાને ગામમાં ડેમ બનાવવા રજૂઆત કરતાં તેઓએ તુલસીભાઇને વાત કરતાં તુલસીભાઇએ વાતને સ્વીકારી હાંસબાઇ માના હસ્તે ખાતમુહૂર્ત કરી ભગવતી સાગર નામ અપાયું હતું. ત્યારપછી લોકશક્તિના નામનો ડેમ 27.50 લાખના ખર્ચે બનયો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer