દુધઇના મુંબઇ સ્થિત પરિવારના યુવાનની દીક્ષા માટે મુહૂર્ત અપાયું

દુધઇના મુંબઇ સ્થિત પરિવારના યુવાનની દીક્ષા માટે મુહૂર્ત અપાયું
મુંદરા, તા. 10 : કચ્છ વાગડ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજયકલ્પતરુ સૂરિશ્વરજી મ.સા.ની હાજરીમાં સાતુંદા પરિવારના તીર્થ મનીષ તેજપારનું દીક્ષા મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું. અંજાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાદાવાડી પાસેથી વાજતે-ગાજતે ઘોડા પર સવાર થઇને તીર્થ સાતુંદાએ મ.સા.ને દર્શન-વંદન કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અંજાર જૈન સંઘ તથા વિહાર ગ્રુપના કાર્યક્રમમાં અતુલભાઇ, વનેચંદભાઇ ગઢેચા, કનકભાઇ ખંડોર, દિનેશભાઇ, હસમુખભાઇની ઉપસ્થિતિમાં મ.સા.એ દીક્ષાનું મુહૂર્ત તા. 2-12-21 ગુરુવારના પ્રદાન કર્યું હતું જે વધાવી લેવામાં આવ્યું હતું. દીક્ષા મદ્રાસ (ચેન્નાઇ) ખાતે આચાર્ય તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ની હાજરીમાં યોજાશે. દીક્ષાર્થી પરિવાર મૂળ દુધઇના હાલે ઘાટકોપર (મુંબઇ) રહેતા હોવાથી ત્યાં પણ દીક્ષા નિમિત્તે અનુષ્ઠાન કરવામાં આવશે. આ ટાંકણે પરિવારના મનીષભાઇ, પરેશભાઇ, મહેશભાઇ, જયેન્દ્રભાઇ તથા સુરત-મુંબઇથી પણ જૈનો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer