પંજાબના કેપ્ટન તરીકે અમરિન્દર જ રહેશે

નવી દિલ્હી, તા.10: પંજાબ પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા કેટલાંક સમયથી આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે અને તેને શમાવવા માટે ગઠિત ત્રણ સદસ્યોની બનેલી સમિતિએ આજે પોતાનો અહેવાલ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને સુપરત કરી દીધો હતો. હવે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ આ કલેશ સમાપ્ત કરવાં માટે જલ્દી કોઈ નિર્ણય કરે તેવી સંભાવના છે. હેવાલો મુજબ સમિતિએ કરેલી ભલામણ મુજબ, રાજ્યના કેપ્ટન એટલે કે, મુખ્યમંત્રી પદે અમરિન્દરસિંહ જળવાઇ રહેશે. આ સમિતિએ તાજેતરમાં જ મુખ્યમંત્રી અમરિંદર સિંહ, પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ, અનેક મંત્રીઓ, સાંસદો અને વિધાયકોનાં અભિપ્રાયો લીધા હતા અને આખરી નિષ્કર્ષ ઉપર આવી છે, જેનો અહેવાલ હવે સોનિયા ગાંધીને અપાઈ ચૂક્યો છે.સમિતિએ એવું સૂચન કર્યું છે કે, સિદ્ધુની ઉપેક્ષા કરવી જોઇએ નહીં અને કેપ્ટન અમરિન્દરે બધાંને સાથે લઇને ચાલવું જોઇએ.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer