રાંધણગેસનાં ગ્રાહકોને મળશે ડિસ્ટ્રીબ્યુટર પસંદગીનો વિકલ્પ

નવી દિલ્હી, તા.10 : રાંધણગેસનાં ગ્રાહકોને એક મોટી રાહત મળી છે. હવે એલપીજી ગેસનો ઉપયોગ કરતાં ગ્રાહકો પોતે જ નક્કી કરી શકશે કે તે ક્યા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ગેસનો બાટલો રીફિલ કરાવવા માગે છે. એટલે કે તેમની પાસે હવે ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરવાનો વિકલ્પ રહેશે. આ યોજનાનાં પહેલા તબક્કામાં આ સુવિધાનો લાભ ચંદિગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ અને રાંચીનાં રહેવાસીઓને મળશે. આની શરૂઆત પ્રાયોગિક ધોરણે કરવામાં આવશે અને જો બધુ સમુંસૂતરું પાર પડે તો દેશનાં અન્ય શહેરોમાં પણ તેને લાગુ કરવામાં આવશે. આની જાણકારી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આજે ટ્વિટરનાં માધ્યમથી આપી હતી.આ નવી સેવા અંતર્ગત સરકાર એલપીજીનાં ગ્રાહકોને ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરતાં પહેલા તેનું રેટિંગ પણ જોવાનો વિકલ્પ આપશે. ગ્રાહક આ વિકલ્પ એલપીજીનાં રીફિલિંગ સમયે જોઈ શકશે. જેથી ગ્રાહક એપ અથવા વેબસાઈટ મારફત બૂકિંગ કરાવશે ત્યારે તેને ક્યા ડિસ્ટ્રીબ્યુટરની સેવા કેટલી સારી છે તે પણ જાણવા મળી શકશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer