મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા : સંજય રાઉત

નવી દિલ્હી, તા. 10 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. બન્ને નેતાઓની મુલાકાતને લઈને શિવસેના સાંસદ સંજય રાઉતે મહત્વનું નિવેદન  આપ્યું છે.સંજય રાઉતે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અને ભાજપના શીર્ષ નેતા છે. રાઉતને પુછવામાં આવ્યું હતું કે, મીડિયામાં અહેવાલો સામે આવી રહ્યા છે કે આરએસએસ રાજ્યોની ચૂંટણીમાં રાજ્યના નેતાઓને ચહેરા તરીકે રજૂ કરવા વિચાર કરી રહ્યું છે. તેવામાં શું લાગે છે કે મોદીની લોકપ્રિયતા ઘટી છે ? જવાબમાં રાઉતે કહ્યું હતું કે, તેઓ આ વાત ઉપર ટિપ્પણી કરવા નથી માગતા. મીડિયામાં સામે આવેલા અહેવાલો જોયા નથી. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી. ગયા સાત વર્ષમાં ભાજપની સફળતાનો શ્રેય મોદીને જાય છે. તેઓ હજી પણ દેશના અને પોતાની પાર્ટીના શીર્ષ નેતા છે.શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વર્તમાન સમયે ઉત્તર મહારાષ્ટ્રની મુલાકાતે છે. તેઓએ જલગાંવમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, શિવસેના હંમેશાથી માને છે કે વડાપ્રધાન પુરા દેશના હોય છે કોઈ એક પક્ષના હોતા નથી. રાઉતે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાને ચૂંટણી અભિયાનમાં સામેલ થવું જોઈએ નહી. તેનાથી સિસ્ટમ ઉપર દબાણ વધે છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer